રાજ્ય સરકાર આજે નિર્ણય જાહેર કરશે, વધુ પ્રદૂષણવાળા શહેરોમાં મનાઈ ફરમાવે તેવી શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-07 17:41:44
  • Views : 463
  • Modified Date : 2020-11-07 17:41:44

             દિવાળીના તહેવારને આડે હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે ત્યારે ગુજરાતમાં સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા બાબતે પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ છે. આ મામલે આજે રાજ્ય સરકાર નિર્ણય લઈ અને જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળીના તહેવારો પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાના મૂડમાં નથી, કારણ કે દિવાળી સાથે ગુજરાતી નવું વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકોના જીવનમાં દિવાળીના પર્વ દરમિયાન આનંદ અને ઉલ્લાસનો પ્રકાશ ફેલાય એ માટે સરકાર આ પ્રતિબંધ ઇચ્છતી નથી.નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મામલે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છએ. આવા પ્રદૂષિત શહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાય તેવી શક્યતા છે. આ નિર્ણય કોરોનાની સ્થિતિ અને હવા પ્રદૂષણને આધારે લેવામાં આવશે. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો ખુશ રહેશે તો માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. જોકે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારના છ વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર જે મનાઈ ફરમાવવામાં આવી છે એ યથાવત્ રહેશે, તેમ સૂત્રો જણાવે છે.અગાઉ સુપ્રીમ કોર્ટમાં 2018ની સાલમાં ફટાકડાનાં ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર પ્રતિબંધ અને નિયંત્રણો માગતી થયેલી અરજી સંદર્ભે જસ્ટિસ એ. કે. સિક્રી અને જસ્ટિસ અશોક ભૂષણની બેન્ચે હુકમ કર્યો હતો કે દેશમાં ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ લાગુ કરી શકાય નહીં. તેમણે ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધની માગ ફગાવતાં આ માટેની સમયમર્યાદા નક્કી કરી હતીગુજરાત સરકાર એક એસઓપી(સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) પણ જારી કરે એવી શક્યતા છે. ફટાકડા ફોડવાનો સામૂહિક કાર્યક્રમ નહીં થઇ શકે કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકત્રિત થઇ શકે, પરંતુ લોકો પોતાના ઘરના પટાંગણમાં સુરક્ષા જળવાય એ રીતે ફટાકડા ફોડી શકશે. આ ઉપરાંત દિવાળી અને નવા વર્ષનાં સંમેલનો મર્યાદિત સંખ્યામાં લોકો આવે એ રીતે થઇ શકશે. તદુપરાંત ફટાકડાના વેચાણ માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન પાસેથી મંજૂરી ફરજિયાત રહેશે.સૌ પહેલા રાજસ્થાન સરકારે રાજ્યમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી.કોરોનાને કારણે રાજસ્થાન પછી પશ્ચિમ બંગાળે પણ કાલીપૂજા અને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.કોરોના અને વધતા પ્રદૂષણને કારણે ગુરુવારે મ.પ્ર., દિલ્હી અને ઓડિશામાં પણ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાયો છે.

Download Our B K News Today App



Related News