વર્લ્ડ કપ મેચમાં મેદાનમાં શખ્સના પ્રવેશ મામલે રાજ્ય સરકાર એક્શનમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 17:01:40
  • Views : 81
  • Modified Date : 2023-11-20 17:01:40

મેદાનમાં શખ્સ પહોંચવાની ઘટના બાબતે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા અને પોલીસ પાસે હર્ષ સંઘવીએ રિપોર્ટ માગ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી મોટી ચૂકને લઈ બેઠકનો દૌર પણ યથાવત છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બેઠક થઇ અને ગાંધીનગરથી અધિકારીઓને તેડું આવ્યું છે.ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચમાં લોખંડી સુરક્ષા બંદોબસ્ત હોવાનો દાવો પોકળ સાબિત થયો છે. ગ્રાઉન્ડમાં એક શખ્સ સીધો ભારતીય ટીમની બેટિંગ વખતે વિરાટ કોહલી પાસે પહોંચી ગયો હતો. વિચાર કરો કેટલી મોટી ચૂક થઇ છે કે એક શખ્સ તમામ સુરક્ષા ચક્રવ્યૂહને તોડી સીધો ભારતના મુખ્ય બેટર વિરાટ પાસે પહોંચી ગયો હતો. આ ગંભીર બેદરકારીને લઇને રાજ્ય સરકાર એક્શનમાં આવી છે.મેદાનમાં શખ્સ પહોંચવાની ઘટના બાબતે ગૃહ રાજ્યમંત્રી એક્શનમાં આવ્યા અને પોલીસ પાસે હર્ષ સંઘવીએ રિપોર્ટ માગ્યો છે. નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં થયેલી મોટી ચૂકને લઈ બેઠકનો દૌર પણ યથાવત છે. અમદાવાદમાં પોલીસ અધિકારીઓની બેઠક થઇ અને ગાંધીનગરથી અધિકારીઓને તેડું આવ્યું છે.મેદાનમાં પ્રવેશ કરનાર આ વ્યક્તિનું નામ જોનસન છે, તે ઓસ્ટ્રેલિયાથી આવ્યો હતો. તેણે મોઢા પર માસ્ક પહેરી રાખ્યું હતું. તે કોહલી પાસે પહોંચ્યો ત્યારબાદ તેને મેદાનમાંથી બહાર લાવવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી. આ વ્યક્તિને ચંદ્રખેડા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. તેણે દાવો કર્યો કે તે વિરાટ કોહલીનો ફેન છે.સોશિયલ મીડિયા પર આ અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી હતી. કેટલાક લોકોએ કહ્યું કે આ ખૂબ જ સાહસિક કૃત્ય છે. કેટલાકે કહ્યું કે આ સંદેશ મેળવવો મહત્વપૂર્ણ છે. આ સિવાય કેટલાક લોકો એવા પણ હતા જેમણે ખેલાડીઓની સુરક્ષા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમનું માનવું હતું કે ફાઈનલ મેચમાં જો કોઈ આ રીતે મેદાનમાં પ્રવેશી શકે છે તો તે ખેલાડીઓની સુરક્ષામાં મોટો ભંગ છે.

Download Our B K News Today App



Related News