રાજ્યમાં સ્થિતિ ગંભીર બનતા નોઇડાથી 500 નવા વેન્ટિલેટર ગુજરાત લવાયા, વડોદરાની સયાજી હોસ્પિટલમાં 100 વેન્ટિલેટર ઉતાર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 14:35:00
  • Views : 276
  • Modified Date : 2021-04-25 14:35:00

    રાજ્યમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યા વધતા રાજ્ય સરકારે આગોતરુ આયોજન કર્યું છે. જેને પગલે નોઇડાથી ગુજરાતમાં નવા 500 વેન્ટિલેટર આજે આવી પહોંચ્યા છે. પૈકી 100 વેન્ટિલેટર સયાજી હોસ્પિટલમાં ઉતારવામાં આવ્યા હતા. જ્યારે 100 વેન્ટિલેટર ભાવનગર મોકલાશે અને 300 નવા વેન્ટિલેટરને રાજ્યના અન્ય શહેરોમાં ફાળવવામાં આવશે. અમદાવાદ, જામનગર, ભાવનગર, રાજકોટ વડોદરાને નવા વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 39,347 ઉપર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 325 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 32,886 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 6136 એક્ટિવ કેસ પૈકી 432 દર્દી ઓક્સિજન ઉપર અને 269 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 5435 દર્દીની હાલત સ્થિર છે.

    વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 39,347 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 5904, પશ્ચિમ ઝોનમાં 7000, ઉત્તર ઝોનમાં 7479, દક્ષિણ ઝોનમાં 7063, વડોદરા ગ્રામ્યમાં 11,865 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.


Download Our B K News Today App



Related News