રાજ્ય સરકારે અછત અને અતિવૃષ્ટિમાં 10 હજાર કરોડ માંગ્યા, કેન્દ્ર સરકારે એક પણ રૂપિયાની સહાય મોકલી નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 12:09:53
  • Views : 273
  • Modified Date : 2021-03-31 12:09:53

    કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અછતમાં અને અતિવૃષ્ટિમાં એક પણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. વિધાનસભાની પ્રશ્ર્નાવલીમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા પૂછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતુ કે, અછત માટે વર્ષ 2018માં પત્ર લખી 1725.25 કરોડ જ્યારે વર્ષ 2019માં વિવિધ પત્રો દ્વારા કુલ 3370.31 કરોડ રૂપિયાની માંગણી રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ કરી હતી. આ જ રીતે અતિવૃષ્ટિમાં વર્ષ 2020માં 7239.47 કરોડની માંગણી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી.

    છેલ્લા પોણા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ-એસડીઆરએફમાંથી કુલ રૂ. 5996.37 કરોડનો ખર્ચ કુદરતી આફતો પાછળ કર્યો હોવાનું વિધાનસભામાં મંગળવારે રાજ્ય સરકારે જણાવ્યું હતું. વર્ષ 2018-19માં રૂ. 1368.93 કરોડ, 2019-20માં રૂ. 2435.16 કરોડ અને 2020-21માં 31 ડિસેમ્બર સુધી રૂ. 2192.28 કરોડ ખર્ચાયા હોવાનું સરકારે જણાવ્યું હતું. SDRF માટે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ રાજ્યોને કેન્દ્રીય બજેટમાંથી આપત્તિ સામે લડવા ફંડ અપાય છે અને એ રીતે 2018-19માં રૂ. 449.95 કરોડ, 2019-20માં રૂ. 886.80 કરોડ અને 2020-21માં રૂ. 1324 કરોડ ફાળવાયા હતા. હવે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ SDRFમાં રૂ. 93.94 કરોડ વણવપરાયેલા જમા છે.

    વિધાનસભા ખાતે નાણાંવિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યુ હતુ કે, કોવિડ-19 મહામારીએ રાજ્ય તથા કેન્દ્રનાં સંસાધનો પર પ્રતિકુળ અસર થઈ છે. જેને ધ્યાને કેન્દ્ર સરકાર દ્વારા સને 2020-21 માટે રાજ્યોની દેવુ કરવાની મર્યાદામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજવિત્તીય જવાબદારી વટહુકમ, 2021 થી રાજવિત્તિય ખાધ રાજ્યનાં ઘરગથ્થુ ઉત્પાદનનાં પાંચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય નાણાકીય વર્ષ 2020-21માં રૂા. 21952 કરોડની મહેસૂલી ખાધ, જયારે નાણાકીય વર્ષ 2021-22 (અંદાજ) મુજબ રૂા. 1209 કરોડની મહેસૂલી પુરાંત અંદાજીત છે.


Download Our B K News Today App



Related News