રાજ્ય સરકારે ઘોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું પણ 11મા ધોરણમાં પ્રવેશ માટે મુંઝવણ ઉભી થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 14:48:52
  • Views : 261
  • Modified Date : 2021-05-14 14:48:52

    કોરોનાને કારણે ધોરણ 10ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી અને અંતે પરીક્ષા રદ કરીને વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે હવે એક સાથે પાસ થયેલ 9.5 લાખ વિદ્યાથીઓને આગળ પ્રવેશ કેમનો આપવો તેને લઈને શિક્ષણ વિભાગ, વાલી અને શાળા સંચાલકો મુઝવણમાં મુકાયા છે. સરકાર કોઈ યોગ્ય નિર્ણય નહીં કરે તો કોરોના કરતા પણ ગંભીર પરિસ્થિતિ વિદ્યાર્થીઓ માટે સર્જાશે. સરકારના નિર્ણયથી વિદ્યાર્થીઓના ભવિષ્યને નુકશાન ના થાય તે જોવાનું રહેશે. હાલ તો શાળાઓમાં વર્ગ વધારીને નવા શિક્ષકોની ભરતી કરવા કોંગ્રેસે રજુઆત કરી છે.

    ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.નિર્ણય સામે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશી છે પરંતુ હવે બીજી તરફ તમામ પાસ થયેલ વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ આપવાને લઈને સવાલ ઉભા થયા છે. હાલ ગુજરાતમાં ધોરણ 11 ના 6 લાખ વિદ્યાર્થીઓ માટે જ વ્યવસ્થા છે ત્યારે 9.50 લાખમાંથી 50 હાજર વિદ્યાર્થીઓ ડીપ્લોમાં કે અન્ય ક્ષેત્ર પસંદ કરે તો પણ 9 લાખ વિદ્યાર્થીઓનો સવાલ ઉભો રહે.

    6 લાખની વ્યવસ્થાની સામે 9 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો એ અત્યારે સૌથી મોટી મુઝવણ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપી દેવામાં આવ્યું પરંતુ વિદ્યાર્થીઓને માર્ક્સ કઈ રીતે આપવા તથા માર્ક્સ આપ્યા બાદ હોશિયાર વિદ્યાર્થી સાથે અન્યાય અને નબળા વિદ્યાર્થીને ફાયદો થાય તેવી પણ પરિસ્થિતિ થશે. અને આ પરિસ્થિતિને કારણે ધોરણ 11ની પ્રવેશ પ્રક્રિયામાં મુશ્કેલીઓ ઉભી થશે.

    ધોરણ 11માં સાયન્સ/કોમર્સ/આર્ટસ એમ ત્રણ અલગ અલગ ક્ષેત્રમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યારે કોઈ એક ક્ષેત્ર પર ભાર વધાવની પણ શક્યતા છે.વધુ વિદ્યાર્થીઓ સાયન્સ ક્ષેત્ર પસંદ કરે ત્યારે A અને B ગ્રુપમાં પ્રવેશ આપવા માટે પણ મુશકેલી થશે. માસ પ્રમોશનને કારણે કોમર્સ અને આર્ટસ ક્ષેત્રમાં ઓછા વિદ્યાર્થીઓ એડમીશન લેશે અને સાયન્સ પર ભારણ વધશે.

    આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે માસ પ્રમોશન આપ્યા બાદ સરકાર સામે ધોરણ 11મા પ્રવેશને લઈને સવાલ છે. પરંતુ સરકાર દ્વારા ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાસ વધારવામાં આવે તો મુશ્કેલી નહિ સર્જાય. ઉપરાંત સરકારે 6 લાખની જગ્યાએ 9 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ ભણાવવાના છે જેથી તાત્કાલિક 10 હજાર જેટલા નવા શિક્ષકોની ભરતી કરવી પડશે. સૌથી મહત્વનું છે કે ખાનગી શાળાઓ પર સરકારે અંકુશ રાખવો પડશે કારણકે ખાનગી શાળાઓ પરિણામ આવતા જ એડમિશન આપવાનું શરુ કરશે તો અન્ય વિધાર્થીઓ વંચિત રહી શકે છે.


Download Our B K News Today App



Related News