ભીલડી પોલીસ સ્ટેશનના સ્ટાફે અપહરણ તથા બળાત્કારના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડ્યો હતો..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-21 11:25:59
  • Views : 284
  • Modified Date : 2022-03-21 11:25:59

 બનાસકાંઠા જિલ્લામાં અપહરણ અને બળાત્કાર જેવા ગુનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે પોલીસ દ્વારા પણ આવા આરોપીને પકડી કડકમાં કડક સજા કરવામાં આવી રહી છે ત્યારે ભીલડી પોસ્ટેના અપહરણ તથા બળાત્કારના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપીને ભીલડી પોલીસે પકડી પાડ્યો હતો..  ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર.જે.ચૌધરી તથા ભીલડી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. તે દરમિયાન ભીલડી પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે તપાસ કરતાં ભીલડી પોલીસ સ્ટેશાન પર IPC કલમ ૩૬૬,૩૬૫, ૩૭૬ ૫૦૬(૨) ૧૧૪ વિગેરે મુજબના ગુનાના કામે છેલ્લા આઠ વર્ષથી નાસતા ફરતા આરોપી દિલીપજી પોપટજી ચૌહાણ ડીસાવાળાને  ભીલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડી આગળની કાર્યવાહી  હાથ ધરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News