SRP જવાન જ બુટલેગરની જેમ દારૂની હેરફેર કરતો ઝડપાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 13:56:02
  • Views : 103
  • Modified Date : 2023-11-24 13:56:02

છોટાઉદેપુરમાં એસઆરપી જવાન દારૂની હેરફેર કરતા ઝડપાયો છે. પોલીસે બાતમીના આધારે કવાંટથી નસવાડી તરફ આવતી કારને રોકીને તપાસ હાથ ધરી હતી, પોલીસ તપાસમાં કારની ડેકીમાં દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પોલીસે 1 લાખ રૂપિયાનો દારૂ અને કાર સહિત 4 લાખનો મુદ્દામાલ કબ્ઝે કર્યો છે.મહત્વનું છે કે નસવાડી પોલીસે કારમાં લઈ જતા વિદેશી દારૂ સાથે બે વ્યક્તિ ઝડપી લીધા છે. એસઆરપી જવાન મહિપાલસિંહ જાડેજા અને એક અન્ય સિહાન્દ્રાની ખાનગી કંપનીમાં કામ કરતો દિપકસિંહ સોલંકીની અટકાયત કરી છે. પોલીસે આ મામલે હાલ તપાસ ધરી છે કે દારૂ ક્યાથી લાવ્યા હતા અને કેટલા સમયથી આ કામ કરી રહ્યા હતા.

Download Our B K News Today App



Related News