લોકસભા સ્પીકરે કહ્યું- સંસદમાં જમવાની સબસિડી પર ચર્ચા છેડાઈ હતી; જનતામાં યોગ્ય સંદેશ જાય, તેના માટે ખતમ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 13:23:36
  • Views : 245
  • Modified Date : 2021-01-24 13:23:36

    લોકસભા સ્પીકર ઓમ બિરલા શનિવારે ઉદેયપુર પહોંચ્યા. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, સંસદની સબસિડી સામાન્ય જનતામાં ચર્ચાનો વિષય હતો. જનતામાં યોગ્ય સંદેશ જાય, એટલા માટે સર્વપક્ષીય બેઠકમાં આને ખતમ કરવાનો નિર્ણય કર્યો. વાંચો, ઓમ બિરલા સાથેની પુરી વાતચીત..સંસદની વ્યવસ્થાઓમાં ફેરફાર જરૂરી હતો. સમાજમાં લાંબા સમયથી સંસદ કેન્ટીનની સબસિડી અંગે ચર્ચા હતી. કેન્ટીનમાં માત્ર સાંસદ જ નહીં, પણ સંસદના કર્મચારી અને અન્ય લોકો પણ ભોજન કરે છે. એવામાં તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરીને સબસિડી હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો. અમે પ્રયાસ કરીશું કે નવી વ્યવસ્થા લાગૂ થયા પછી યોગ્ય કિંમતમાં સારું ભોજન મળે.

    અમે પહેલા પણ કોરોના સંક્રમણના સમયમાં સંસદ સત્ર બોલાવ્યું હતું. એ વખતે અમે સાંસદોની કોરોના તપાસ સાથે જ રેપિડ ટેસ્ટ કરાવડાવ્યા હતા. હાલ સંક્રમણ પહેલા કરતા ઓછું છે. અમે હાલ પણ પહેલાની જેમ જ સુરક્ષા માપદંડોને લાગૂ કરીને જ સત્ર શરૂ કરીશું. આ સત્રમાં પણ સાંસદોની કોરોના તપાસ પછી જ તેમને ગૃહમાં પ્રવેશ આપવામાં આવશે.

    આપણા દેશમાં લોકતંત્રની એ જ વિશેષતા છે કે અહીં સૌ પોતાની વાત રાખી શકે છે. હાલ સરકાર અને ખેડૂત સંગઠન વચ્ચે સતત વાત ચાલી રહી છે. મને લાગે છે કે, ઝડપથી કોઈ સકારાત્મક નિર્ણય થશે.બિરલાએ 19 જાન્યુઆરીએ સંસદની કેન્ટીનમાં મળતી ફુડ સબસિડીને ખતમ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે, આનાથી દર વર્ષે 17 કરોડ રૂપિયાની બચત થશે. 2019માં વિન્ટર સેશન દરમિયાન બિરલાએ જ આ સૂચન આપ્યું હતું. ત્યારપછી તમામ સાંસદોએ નક્કી કર્યું હતું કે,તે કેન્ટીનમાં કોઈ પણ પ્રકારની સબસિડીનો લાભ નહીં લે.

Download Our B K News Today App



Related News