મુંબઈમાં બીજા દિવસે પણ ભારે વરસાદ, રેડ અલર્ટ જાહેર; ગોવા અને ગુજરાતમાં 11થી 13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-10 13:05:54
  • Views : 387
  • Modified Date : 2021-06-10 13:05:54

    દક્ષિણ-પશ્ચિમ મોન્સૂન મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય થઈ ગયું છે. આવું બીજી વખત થયું છે, જ્યારે મોન્સૂનની શરૂઆત થતાં જ રેકોર્ડ બ્રેક વરસાદ પડ્યો હોય. આ પહેલાં 10 જૂન 1991માં 399 મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

    આવતીકાલ સુધીમાં મોન્સૂન છત્તીસગઢ અને 72 કલાકની અંદર ઝારખંડ પહોંચી શકે છે. મુંબઈમાં બુધવારે શરૂ થયેલો ભારે વરસાદ ગુરુવારે પણ જોવા મળ્યો. શહેરમાં વરસાદને લઈને રેડએલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં સાંજે 4 વાગ્યાની આસપાસ હાઈટાઈડની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વૈજ્ઞાનિકોએ 14 જૂન સુધી મુંબઈ ઉપરાંત થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ જોતા NDRFની 15 ટીમોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. મોન્સૂનનો પહેલા વરસાદથી મુંબઈના નીચલા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.

    રેલવે લાઈનમાં પાણી ભરાતા બુધવારે મધ્ય તેમજ હાર્બર લાઈનની લોકલ સેવા ઠપ થઈ ગઈ છે. વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ વે પણ લગભગ 5 કલાક સુધી જામ રહ્યો. મધ્ય મુંબઈના સાયન, કિંગ્સ સર્કલ, દાદર, હિંદમાતા ઉપરાંત પશ્ચિમ ઉપનગરના અંધેરી, મલાડ સહિત અન્ય વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે.સેન્ટ્રલ લાઈનની લોકલ સેવા પણ થોડો સમય માટે પહેલાં કુર્લા અને બાદમાં ઠાણે સુધી ઠપ રહી. પશ્ચિમ રેલવેએ જણાવ્યું કે દાદર અને અંધેરી વચ્ચે ટ્રેક પર પાણી ભરાવવાને કારણે ટ્રેનની સ્પીડ ધીમી પડી ગઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બપોરે BMC હેડકવાર્ટર સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી.

    હવામાન વિભાગ (IMD) મુજબ બુધવાર સવારે 8.30 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી મહાનગરમાં 221 મિલીમીટર વરસાદ નોંધાયો, જ્યારે શહેરમાં 45 મિલીમીટર વરસાદ પડ્યો. બુધવારે મુંબઈમાં પહેલાં જ દિવસે 9 કલાકમાં 221 મિલી મીટર વરસાદ પડ્યો.દક્ષિણી ગુજરાતના કાંઠે ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. જેના પગલે કોંકણ, ગોવા, દક્ષિણ ગુજરાત, કર્ણાટક, તેલાંગાના, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં 11-13 જૂન વચ્ચે ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દેશભરમાં 8 જૂનની આસપાસ લગભગ 33.6 મિમી વરસાદ નોંધાયો છે, જે 1થી 8 જૂન વચ્ચે પડતા સામાન્ય સરેરાશ વરસાદ (28.3 મિમી)થી 18% (5.3 મિમી) વધુ છે.



Download Our B K News Today App



Related News