ડીસા તાલુકાના માણેકપુરા ગામના ખેડૂત પુત્રોએ રાજ્યકક્ષામાં રમતક્ષેત્રે બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-09 13:15:24
  • Views : 425
  • Modified Date : 2021-09-09 13:15:24

     ડીસા તાલુકાના માણેકપુરા ગામના ખેડૂત પુત્રએ ગોવા ખાતે યોજાયેલ રમત-ગમતમાં પ્રથમ અને દ્વિતીય નંબર આપતા ગ્રામજનો દ્વારા સ્વાગત કરાયું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે હાલમાં તમામ રમત-ગમતો બંધ કરી દેવામાં આવી છે જેના કારણે રમતવીરોમાં નારાજગી જોવા મળી હતી પરંતુ કોરોનાવાયરસ ની મહામારી ઓછી થતા હાલમાં શાળાકીય રમત ગમતનું આયોજન કરવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા તાલુકાના માણેકપુરા ગામે રહેતા દિનેશજી ઠાકોર અને જીગરજી ઠાકોર તાજેતરમાં જ રાજ્યકક્ષાની ગોવા ખાતેની વિવિધ રમતો યોજાઇ હતી. જેમાં આ બંને રમતવીરોએ ભાગ લીધો હતો જેમાં દિનેશ ઠાકોર સો મીટર દોડમાં ભાગ લીધો હતો ત્યારે જીગર ઠાકોર ત્રીપલ જમ્પમાં ભાગ લીધો હતો ગોવા ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં અનેક રાજ્યોમાંથી રમતવીરોએ ભાગ લીધો હતો અને આ તમામ ની વચ્ચે દિનેશજી ઠાકોરે સો મીટર દોડ 12 સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ મેળવ્યો હતો ત્યારે જીગર ઠાકોર એ ત્રીપલ જમ્પમાં પ્રથમ નંબર મેળવ્યો હતો. જેથી ગોવા ખાતે આ બંને રમતવીરોનું મેડલ તેમજ શર્ટી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાનપણથી જ દિનેશ અને જીગરને રમતગમત ક્ષેત્રે ઘણો લગાવ હતો. માણેકપુરા ગામ માં આ બંને રમતવીરો માટે યોગ્ય મેદાન ન હોવાના કારણે આ બંને રમતવીરો ડીસા ખાતે આવી રમત માટે પ્રેક્ટિસ કરતા હતા જેના કારણે તેમના કોચ જીતુભાઈ માળી અને મનીષભાઈ માળી દ્વારા આ બંને યુવાનો નું ટેલેન્ટ જોઈ એમને તૈયાર કરવામાં આવ્યા હતા અને આજે ગોવા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં વિજેતા બની ડીસા તાલુકા તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કરતા પરિવારમાં ખુશી જોવા મળી હતી. નાનપણથી જ આ બંને યુવાનો નું સપનું ઓલમ્પિક તેમજ ઇન્ટરનેશનલ કક્ષાએ રમત ક્ષેત્રે રમવા નું સપનું હતું અને આ સપનું ગોવા ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની રમતોમાં આ બંને યુવાનોએ પૂરું કર્યું હતું. ગોવા ખાતે રાજ્યકક્ષાની રમતમાં વિજય થયા બાદ આ બંને યુવાનો આગામી સમયમાં નેપાળ ખાતે યોજાનાર દોડ તેમજ ત્રિપલ જંપ સ્પર્ધામાં ભાગ લઈ દેશનું નામ રોશન કરવા મેદાનમાં ઉતારશે

 

માણેકપુરા ગામના દિનેશ ઠાકોર અને જીગર ઠાકોર ગોવા ખાતે રમાયેલી રાજ્યકક્ષાની દોડ અને ત્રિપલ જંપમાં પ્રથમ અને દ્વિતીય નંબર મેળવતા ડીસા તાલુકાના માણેકપુરા ગામ તેમજ બનાસકાંઠા જિલ્લાનું નામ રોશન કર્યું હતું આજે આ બંને રમતવીરો મેડલ તેમજ સર્ટી લઈ પોતાના વતન માણેકપુરા ગામ પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવાર અને ગામલોકો દ્વારા ઢોલ નગારા તેમજ ફૂલહાર અને શાલ આપી સન્માન કરવામાં આવ્યું હતું. બંને રમતવીરો રાજ્ય કક્ષાએ પ્રથમ અને દ્વિતીય નંબર મેળવતા માણેકપુરા ગામના લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને તમામ લોકો આ બંને યુવાનોની વિજય ગાથા હજુ પણ આગળ વધે અને તેમને પ્રોત્સાહન મળી રહે તે માટે આ બને યુવાનોનું સન્માન વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું...

 

વિદ્યાર્થીઓ અભ્યાસની સાથોસાથ દર વર્ષે વિવિધ રમતોમાં ભાગ લઇ શાળા તેમજ જિલ્લાનું નામ રોશન કરતા હોય છે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવા અનેક રમતવીરો છે કે જેઓ પોતાનામાં રમતગમત ક્ષેત્રે સારુ ટેલેન્ટ રહેલું છે પરંતુ આવા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન મળતું ન હોવાના કારણે આવા રમતવીરો માત્ર જિલ્લા કક્ષા સુધી જ પોતાનું ટેલેન્ટ બતાવી શકે છે ત્યારે સરકાર દ્વારા જિલ્લાના યુવાનોને રમતગમત ક્ષેત્રે સારું પ્રોત્સાહન પુરૂં પાડવામાં આવે તો હજુ પણ જીગર ઠાકોર ની જેમ અનેક રમતવીરો બનાસકાંઠા જિલ્લામાં વિવિધ રમત ક્ષેત્રે પ્રથમ નંબર લાવી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News