ઉંટવેલિયા ગામે સાસરીમાં રોકાયેલા જમાઈએ ગામના તળાવમાં દુપટ્ટા વડે ગામના તળાવમાં ઝાડ પર ફાંસો ખાતાં અરેરાટી પ્રસરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-09 11:52:25
  • Views : 484
  • Modified Date : 2021-02-09 11:54:55

   થરાદના ઉંટવેલીયા ગામે પોતાની સાસરીમાં આવેલા લાખણી તાલુકાના યુવકનો મૃતદેહ તળાવમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી . થરાદ પોલીસે અકસ્માત મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી . જો કે મૃતકના ભાઇએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી હતી . રમેશજી અમરાજી ઠાકોરે થરાદ પોલીસ મથકમાં જાણ કરી હતી . જેમાં જણાવ્યું હતું કે તેમના નાનાભાઈ ગેનાજી  નાં લગ્ન બે વર્ષ અગાઉ ઉંટવેલીયા ગામના અનાજી ભેરાજી ઠાકોરની પુત્રી સુગનાબેન સાથે થયા હતા . શનિવારે સાંજે ગેનાજી ઉંટવેલીયા ગયા હતા .જ્યાં રવિવારે સવારે દસ વાગ્યાના સુમારે બનેવી વિરચંદજી વેરશીજી ઠાકોરે  ફોન કરીને તેમના ભાઈ ગેનાજીએ ગામના તળાવમાં ફાંસો ખાધો હોવાની વાત કરી હતી . આથી તેઓ સરપંચ , માજી સરપંચ અને કુટુંબીજનો સાથે રમેશજી ઉંટવેલીયા ગામના તળાવમાં આવ્યા હતા . જ્યાં બાવળના ઝાડ પર કપડાના દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં ભાઈ લટકતો જોવા મળ્યો હતો . આ અંગે પોલીસે રમેશજીની જાહેરાતના આધારે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાવા બદલ આકસ્મિક મોત રજીસ્ટરે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી .

 

Download Our B K News Today App



Related News