કહેવાતો મામો બોયફ્રેન્ડ નીકળ્યો, ઝઘડો થતાં ઝેર પીધાનું યુવતીની ફ્રેન્ડે નિવેદન આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 15:57:22
  • Views : 3524
  • Modified Date : 2021-01-07 15:57:22

પીપલોદની ઓયો હોટલમાં નવા વર્ષની ઉજવણી કરવા બોયફ્રેન્ડ સાથે ગયેલી કતારગામની 22 વર્ષની યુવતીના મોતમાં પોલીસ-તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. યુવતીએ ઝેર પીધું હોવાની વાત હોટલમાં સાથે રોકાયેલી 3 બહેનપણીએ પોલીસ નિવેદનમાં કરી છે. ઓયો હોટલમાં શુક્રવારે રાત્રે 9 કલાકે પહેલા મૃતક સહિત 3 યુવતી આવી હતી. પછી 10 વાગ્યે 4 યુવક અને એક યુવતી આવી હતી.

કહેવાતો મામો પંકજ યુવતીનો બોયફ્રેન્ડ નીકળ્યો છે. પંકજ સાથે સેલવાસમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડો પાછો શુક્રવારે રાત્રે પણ થયો હતો. યુવતી ટોઇલેટમાંથી બહાર આવી ત્યારે બહેનપણીઓને ઝેર પીધાનું કહ્યું હતું, આથી બહેનપણીઓએ બીજા રૂમમાં લઈ જઈ વોમિટ કરાવી હતી. બહેનપણીઓએ તેને સમજાવી હતી કે આવું ન કરાય, ત્યારે યુવતીએ કહ્યું, હું તો મજાક કરું છું. મેં કશું પીધું નથી. રાત્રે પણ પાછી વોમિટ કરી હતી. પાર્ટી પૂરી થતાં 12.30 વાગ્યે ત્રણેય યુવક યુવતીઓ સાથે પોતપોતાના રૂમમાં ગયાં હતાં. સવારે યુવતી ન ઊઠતાં પંકજે ત્રણેયનો રૂમનો દરવાજો ખખડાવી મૃતકના પરિવારને જાણ કરી હતી.

પોલીસને રૂમમાંથી ખાલી દારૂની બોટલ પણ મળી હતી. અઢી વર્ષથી યુવતી સાથે પ્રેમસંબંધ હોવાની વાત પણ પંકજે પોલીસ સમક્ષ કબૂલી હતી. યુવતીએ ખરેખર ઝેર પીધું છે કે કેમ એ જાણવા ઉમરા પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Download Our B K News Today App



Related News