પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત 5,32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 12:01:52
  • Views : 303
  • Modified Date : 2022-07-05 12:01:52

પાલનપુર તાલુકાના ખોડલા ગામમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા જેમાં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહીત 5,32,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

બનાસકાંઠામાં ચોરીના બનાવોમાં દિન પ્રતિ દીન વધારો થઇ રહ્યો છે.જેમાં પાલનપુર તાલુકાના ખોડલા ગામે રહેતા પરથીભાઇ વાલાભાઇ વાઘેલા (દેવીપુજક) ને સંતાનમાં બે દિકરા અને ત્રણ દિકરીઓ છે.જેમાં દિકરાઓ પીપડા બનાવવા અને રીપેરીંગના ધંધા સાથે સંકળાયેલા છે.કોરોના સમયે પરથીભાઇ વાઘેલા પોતાના વતન ખોડલા ગામે રહેવા આવ્યા હતા.જેઓ તા.01-07-2022ના રોજ વડોદરા ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા હતા.તે સમયે ખોડલા ગામે આવેલા તેમના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા.અને મકાનનો નકુચો તોડી અંદર પ્રવેસ કરી મકાનમાં  વાસણ ના પીપ માં પડેલા સોના-ચાંદીના દાગીના સહીત રોકડ રકમ મળી કુલ રૂ.5,32,500ની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.ત્યારબાદ પરથીભાઇના ભાઇ ભગવાન ભાઇના પુત્ર અમરતભાઇએ પરથીભાઇને ફોન કરી જાણ કરી હતી.કે તમાના મકાનનો નકુચો તુટેલો છે.અને મકાનમાં ચોરી થઇ હોય તેવુ લાગી રહ્યુ છે.જેથી પરથીભાઇ વડોદરાથી પ્રાઇવેટ ગાડી કરી પોતાના વતન આવ્યા હતા.અને ઘરમાં જોયુ તો સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો.જેથી ચોરી થઇ હોવાનું જાણવા મળતા પરથીભાઇ વાઘેલાએ પાલનપુર તાલુકાના પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂધ રૂ.5,32,500ની ચોરીની ફરાયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કૉર્ડ ની મદદ થી વધૂ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News