તસ્કરો તાળુ તોડી મોબાઈલની દુકાનમાં ઘૂસ્યા, 70થી વધુ મોબાઈલની કરી ચોરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-11 15:49:45
  • Views : 98
  • Modified Date : 2023-08-11 15:49:45

 ગીર સોમનાથમાં તસ્કરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. ત્યારે તસ્કરોના આતંકની આવી એક ઘટના CCTVમાં કેદ થઈ છે. કોડીનાર બસ મથક વિસ્તારમાં તસ્કરોએ એક મોબાઈલ સ્ટોરને નિશાન બનાવ્યો હતો. ગઈકાલે રાત્રે એટલે કે ગુરુવારે રાત્રે શિવમ મોબાઈલ સ્ટોરમાં તસ્કરોએ ચોરી કરી હતી. આ તસ્કરો દુકાનની જાળી તોડીને અંદર ઘૂસ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો. મળતી માહિતી પ્રમાણે મોબાઈલ સ્ટોરમાંથી અંદાજે 70થી વધુ મોબાઇલ ચોરી થઈ છે તો ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ છે.

Download Our B K News Today App



Related News