ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ માં સરકાર દ્વારા સહાય બંધ કરવામાં આવતા સંચાલકોની હાલત કફોડી બની હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-13 11:35:43
  • Views : 245
  • Modified Date : 2022-05-13 11:35:43


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ગૌશાળા અને પાંજરાપોળ માં સરકાર દ્વારા સહાય બંધ કરવામાં આવતા સંચાલકોની હાલત કફોડી બની હતી અને છેલ્લા ઘણા સમયથી ગૌશાળા અને પાંજરાપોળ માં પશુધન નું નિર્વાહ કરવો મુશ્કેલ ભર્યું હતું ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો અત્યારે ૧૭૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ છે જેમાં ૮૦ હજારથી પણ વધુ પશુધન નિર્વાહ કરી રહ્યા છે ત્યારે આવી કાળઝાળ ગરમીમાં સરકાર દ્વારા પાંજરાપોળ અને ગૌશાળામાં સહાય બંધ કરી દેવામાં આવતા સંચાલકોની હાલત કફોડી બની હતી. આ બાબતે સંચાલકો દ્વારા દાતાઓ તરફથી પણ દાન બંધ કરી દેવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું જેથી સંચાલકોએ તાત્કાલિક સહાય ચૂકવવા માટે સરકાર મારે જ વાત કરી હતી જે બાદ ગુજરાત રાજ્યના નાણાં અને ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોને રજૂઆતના પગલે સરકારમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ ગુજરાતની તમામ ગૌશાળાઓમાં સહાય ચૂકવવાની જણાવ્યું હતું

Download Our B K News Today App



Related News