બનાસકાંઠામાં કોરોના મહામારી વચ્ચે ગૌશાળા અને પાંજરાપોળની સ્થિતિ કફોડી : સહાય આપવા સાંસદ અને ધારાસભ્યને કરાઈ રજૂઆત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 12:20:08
  • Views : 262
  • Modified Date : 2021-05-26 12:20:08

    છેલ્લા બે દિવસથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે તમામ ધંધા-રોજગાર પડી ભાંગ્યા છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં અનેક સમસ્યાઓ ઉદ્ભવી છે ગત વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે બનાસકાંઠા જિલ્લામાં આવેલા ગૌશાળા અને પાંજરાપોળ ની સ્થિતિ કફોડી બની હતી સતત કોરોનાવાયરસ ના કહેરના કારણે દાનની આવક બંધ થઇ હતી જેના કારણે ગૌશાળામાં વસવાટ કરતા પશુધન નું જીવન નિર્વાહ ચલાવવું મુશ્કેલ બન્યું હતું ત્યારે આ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ફરી એકવાર તમામ જગ્યાઓ થી ગૌશાળા અને પાંજરાપોળ માં આવતું દાન બંધ થઈ ગઈ છે જેના કારણે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળ પર  આફત આવી છે.

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશન દ્વારા 170થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ ચલાવવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળ માં ૭૫ હજારથી પણ વધુ પશુધન વસવાટ કરે છે છેલ્લા ઘણા વર્ષોથી ગૌ શાળાના સંચાલકો દ્વારા સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહાર થી દાન એકત્રિત કરી દાતાઓના સહયોગથી ગૌશાળા અને પાંજરાપોળ ચલાવવામાં આવે છે પરંતુ છેલ્લા બે વર્ષથી સતત કોરોનાવાયરસ ની મહામારીમાં બહારથી આવતું દાન બંધ થઈ જતા છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા જિલ્લા માં ચાલતા પાંજરાપોળ અને ગૌશાળા માં ગાયો નું નિર્માણ કરવું મુશ્કેલી બની ગયું છે ગત વર્ષે પણ કોરોના વાયરસની મહામારીમાં ગૌશાળાના સંચાલકોએ 5 થી 6 મહિના સુધી ઘાસ-ચારા વગર સંચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને માંડ માંડ અનેક આંદોલનો બાદ સરકારે ગૌશાળા અને પાંજરાપોળ ને ઘાસચારા  માટે સહાય આપી હતી.

     બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે કોરોનાવાયરસ ની મહામારી ના કારણે અનેક ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે જેની સીધી અસર બનાસકાંઠા જિલ્લામાં આવેલા 170થી પણ વધુ ગૌશાળા અને પાંજરાપોળ પર જોવા મળી રહી છે ખાસ કરીને આવશે કોરોનાવાયરસ ની મહામારીમાં અનેક લોકોના મોત નિપજ્યા છે જેના કારણે સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉન આપી દેવામાં આવી છે જેના કારણે છેલ્લા પાંચ મહિનાથી તમામ લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા છે જેના કારણે બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળમાં બહારથી આવતું દાન બંધ થઈ ગઈ છે જેના કારણે હાલ ગૌશાળા ચલાવી બનાસકાંઠા જિલ્લાના ગૌશાળાના સંચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે ત્યારે આ બાબતે આજે બનાસકાંઠા જિલ્લા ગૌશાળા અને પાંજરાપોળ ફેડરેશન દ્વારા બનાસકાંઠા જિલ્લા અને પાટણ ના સાંસદ અને ધારાસભ્યોને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લા અને પાટણ માં આવેલા તમામ ગૌશાળા અને પાંજરાપોળ માં ગાયો માટે ઘર ની સહાય ચુકવવામાં આવે...

    ચાલુ વર્ષે પણ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી ના કારણે ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં આવેલી 170 ગૌશાળા અને પાંજરાપોળ આફત આવી ગઈ છે ત્યારે આ બાબતે આજે બનાસકાંઠા જિલ્લા અને પાટણ ખાતે સંચાલન કરતા ગૌશાળા અને પાંજરાપોળ ના સંચાલકોએ આજે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા ને ગાયો  માટે તાત્કાલિક સહાય કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. જે બાબતે રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા એ પણ આ તમામ સંચાલકોને બાંહેધરી આપી હતી કે તાત્કાલિક ધોરણે આ અંગેની રજૂઆત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લા અને પાટણ ખાતે આવેલી તમામ ગૌશાળા અને પાંજરાપોળ માં કાયમ માટે ઘાસની સહાય આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવશે.

 

Download Our B K News Today App



Related News