અમદાવાદમાં 130 ખાનગી હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટ્યા, માત્ર 37 વેન્ટિલેટર ઉપલબ્ધ હોવાનો AHNAનો દાવો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-09 16:05:26
  • Views : 226
  • Modified Date : 2021-04-09 16:05:26

    અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ હવે ખૂબ જ ગંભીર બની ગઈ છે. કોરોનાના દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યામાં સતત વધારો થયો છે. દિવસે દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. હોસ્પિટલમાં હવે બેડ સાથે વેન્ટિલેટર પણ ખૂટી પડ્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી છે. અમદાવાદમાં કોરોનાની સારવાર કરતી હોસ્પિટલની સંખ્યામાં 15 હોસ્પિટલ વધારી દેતાં હવે કુલ 130 ખાનગી હોસ્પિટલો થઈ ગઈ છે. ખાનગી હોસ્પિટલમાં હવે વેન્ટિલેટર ખૂટી પડ્યા છે લોકોને ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર નથી મળતા છતાં AHNAના દાવા મુજબ 37 વેન્ટિલેટર જ વધ્યા છે.

    અમદાવાદમાં 30 હોસ્પિટલો અને 2000 બેડ વધારવાની ફરજ પડી છે. 9 એપ્રિલના રોજ સવારે 9.30 સુધી અમદાવાદની AMC દ્રારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 130 ખાનગી હોસ્પિટલમાં 4815માંથી 744 જેટલા બેડ ખાલી છે. જ્યારે 6 જેટલા કોવિડ સેન્ટરમાં 289 બેડમાંથી 91 લોકો દાખલ છે અને 198 જેટલા બેડ ખાલી છે. કુલ 4815 બેડમાંથી આઇસોલેસન વોર્ડમાં 1481 બેડ, HDUમાં 1677, ICUમાં 620 અને ICUમાં વેન્ટિલેટર પર 293 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. 30થી હોસ્પિટલમાં હવે બેડ ખાલી નથી. કેટલીક હોસ્પિટલમાં માત્ર 2 કે 4 બેડ જ ખાલી છે. ખાનગી હોસ્પિટલોમા 9 એપ્રિલને શુક્રવારે સવાર સુધીમાં 744 જેટલા જ બેડ ખાલી છે.

    ખાનગી હોસ્પિટલોમા જે રીતે દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે હોસ્પિટલમાં વેન્ટિલેટર અને ICUમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. દિવસે દિવસે વેન્ટિલેટર પર દર્દીઓ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. રોજના 20થી વધુ દર્દીઓ ICU અને વેન્ટિલેટર પર રાખવાની ફરજ પડી રહી છે. દિવસે દિવસે વેન્ટિલેટર અને ઓક્સિજન બેડ ઓછા થઈ રહ્યાં છે અને બે દિવસમાં વેન્ટિલેટર ખૂટી પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય તેવું જણાઈ રહ્યું છે.

    અમદાવાદમાં વધી રહેલા કોરોનાના પ્રકોપના કારણે સિવિલ હોસ્પિટલ દર્દીઓ વધી રહ્યા છે. જેને લઈને સિવિલમાં બેડ વધારવાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. હાલની સ્થિતિમાં 1200 બેડની હોસ્પિટલમાં 900 બેડની કેપેસિટી સામે 890 કોરોનાના દર્દીઓ દાખલ છે. જ્યારે 300 જેટલા બેડ અન્ય બીમારી ધરાવતા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આજથી 51 દિવસ પહેલા જ અહીં કોરોનાના દર્દીઓ ઘટતા ત્રણ દિવસ દવાનો છંટકાવ કરી સત્યનારાયણની પૂજા કરીને નવો વિભાગ શરૂ કરાયો હતો. જોકે 51 દિવસમાં કાળચક્ર એવું બદલાયું કે આજે દર્દીઓ માટે જગ્યા ખૂટી પડી છે.

    હાલની સ્થિતિએ સમગ્ર મેડિસિટી કેમ્પસમાં 1398 દર્દીઓ દાખલ છે. યુ.એન.મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલમાં પણ દર્દીઓનો ભરાવો છે. મેડિસિટી કેમ્પસમાં 2000 બેડની વ્યવસ્થા છે જેમાંથી 1398 બેડ ભરેલા છે, અને હજુ 602 બેડ હાલ ખાલી છે. જ્યારે મંજુ શ્રી મિલ કેમ્પસમાં આવેલી કિડની હોસ્પિટલમાં પણ 250 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં મોટા ભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઈ છે. હવે માત્ર મંજુ શ્રી કિડની હોસ્પિટલમાં માત્ર 150 બેડ ખાલી છે. એવામાં બે દિવસમાં નવા 218 બેડ તૈયાર કરવામાં આવશે.


Download Our B K News Today App



Related News