૨૦૧૫ના પુરમાં નષ્ટ થયેલા લાખણીના કુડા ગામની પરિસ્થિતિ જૈસે થૈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 13:29:17
  • Views : 400
  • Modified Date : 2021-07-26 13:29:17

     લાખણી તાલુકાના કુડા ગામના લોકોને છેલ્લા છ વર્ષથી નવું ગામ બનાવી આપવાની મુખ્યમંત્રીની જાહેરાત સ્થાનિક અધિકારીઓ અને નેતાઓ ઘોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે.

     બનાસકાંઠામાં ૨૦૧૫ માં અતિવૃષ્ટિના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી. જેમાં લાખણી તાલુકાનું કુડા ગામ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું હતું. જે બાબતને ગંભીરતાથી લઈ રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગામની મુલાકાત લીધી હતી. અને ગામલોકોને આશ્વાસન આપી નવું ગામ બનાવી આપવાની ખાત્રી આપવામાં આવી હતી. પરંતુ બે વર્ષ વીતવા છતાં મુખ્યમંત્રીના આદેશનું પાલન થયું નહિ ત્યાં ફરીવાર ૨૦૧૭ માં પૂરની પરિસ્થિતિ માંડ બેઠું થયેલું કુડા ગામ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું ત્યારે પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બનાસકાંઠાની પાંચ દિવસની મુલાકાત દરમ્યાન કુડા ગામની વિજીટ કરી હતી. અને લે આઉટ પ્લાન મુજબ ગામને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ બે-બે વખત મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલા આદેશોને અધિકારીઓ અને નેતાઓએ ઘોળીને પી ગયા છે. અત્યારે પણ ગામલોકો મુલાકાત દરમ્યાન જણાવે છે કે અમે છેલ્લા છ વર્ષથી પૂરના વહેણમાં વસવાટ કરીએ છીએ, ચોમાસુ આવતાની સાથે પુરનો ભય સતાવવા લાગે છે. ચોમાસુ ચાલુ થઈ ગયું છે. અને ઉપર ભાગમાં વરસાદ વધુ પડવાથી ગામમાં પાણી આવે તો નદીના પટમાં વસવાટ કરતા પરિવારો મોતને ભેટી શકે તેમ છે.

 

     સરકાર દ્વારા નવું ગામ બનાવી આપવાની ખાત્રી આપવામાં આવી છે. પરંતુ સ્થળ ઉપર કોઈ કામગીરી કરવામાં આવી નથી. અમે ગામલોકો પુરના પટમાં વસવાટ કરીએ છીએ. ચોમાસુ આવતા ઊંચાણવાળા વિસ્તારમાં સ્થળાંતર કરવાની જરૂર પડે છે. સરકારે આ બાબતે ગામલોકોની દ્ધેર્ય શક્તિનો લાભ લેવાની જગ્યાએ ગામલોકોને નવું ગામ બનાવી આપવામાં આવશે કે નહિ એની સ્પષ્ટતા કરી દેવી જાેઈએ.

 

ખોટા દિલાસાનો ભોગ બનેલા ગામલોકો શું કહે છે ?

     સરકાર દ્વારા નવું ગામ બનાવી આપવાની જાહેરાત મુજબ અમે છેલ્લા છ વર્ષથી નવું ગામ બનવાની રાહ જાેઈ રહ્યા છીએ. પરંતુ હજુ સુધી ગામતળની જમીન ફાળવણી સિવાય કોઈ કાર્યવાહી થઇ નથી, જ્યારે પણ આ બાબતે જવાબદાર અધિકારીઓ અને નેતાઓને રજૂઆત કરી ત્યારે અમને મીઠું આશ્વાસન સિવાય કઈ મળ્યું નથી.

 

બે વર્ષ અગાઉ ગામલોકોએ ન્યાય નહિ મળતા

     આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેના જવાબમાં સરકાર દ્વારા પોલીસ કાર્યવાહી કરી ગામલોકોનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી. પરંતુ હવે જાે ન્યાય નહિ મળે તો ટૂંક સમયમાં ધરણાં પર બેસવામાં આવશે અને આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. (અશોકભાઈ દવે, સ્થાનિક નાગરિક)

 

ગામના સરપંચ શું કહે છે

    રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ગામની રૂબરૂ મુલાકાત દરમ્યાન પૂરમાં તણાઈ ગયેલા અમારા કુડા ગામને લે આઉટ પ્લાન મુજબ નવું ગામ બનાવી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ જાહેરાત મુજબ કામગીરી ન થતા ગામલોકો ન્યાય માટે મારી પાસે આવે છે. અને હું ગામના જવાબદાર વ્યક્તિ તરીકે વહીવટી તંત્ર તેમજ સ્થાનિક રાજકારણીઓને રજૂઆત કરી ગામલોકોને ન્યાય મળે એવી કોશિશ કરું છું.પરંતુ ક્યાં કારણોસર અને કોની બેદરકારીથી મુખ્યમંત્રીના આદેશનું પાલન થતું નથી એ એક તપાસનો વિષય બની ગયો છે, આ બાબતે મારી ફરજમાં આવતી કામગીરી કરવા અત્યારે પણ તૈયાર છું તો જવાબદાર અધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પાસે આશા રાખું છું કે પૂરના પટમાં વસવાટ કરતા ગામલોકોને જરૂર ન્યાય મળે એ માટે ખૂટતી કાર્યવાહી કરવામાં આવે.

Download Our B K News Today App



Related News