સાહેબ, તમારા ચોપડે શૂન્ય બોલે છે પણ સ્મશાનોના મડદા 'બૂમો પાડીને' આંકડા બોલે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 14:58:05
  • Views : 349
  • Modified Date : 2021-04-12 14:58:05

    ગુજરાતમાં કોરોના વાયરસનો એવો કહેર જોવા મળી રહ્યો છે મહાનગરો જ નહીં નાના શહેરોમાં પણ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. અમદાવાદ સુરત જેવા શહેરોમાં સ્મશાનોમાં લાંબુ વેઇટિંગ જોવા મળી રહ્યું છે ત્યારે ભાવનગરમાં પણ કોરોનાનો કહેર એવો તૂટયો છે કે સ્મશાનોમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર 34 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. મૃતદેહો માટે વેઈટિંગ લીસ્ટ જાહેર કરવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભાવનગરમાં કોરોનાથી થતા મૃત્યુઆંકમાં ખેલ થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. 

    ભાવનગરમાં કોવિડ પ્રોટોકોલ અનુસાર 34 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી છે પરંતુ તંત્રને લોકોની જગ્યાએ જાણે આંકડાઓની ચિંતા હોય તેવું દેખાઈ રહ્યું છે. તંત્ર દ્વારા કોરોના વાયરસથી થતી મોતના આંકડા છુપાવવામાં આવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાવનગરમાં સરકારી ચોપડે કોરોના વાયરસથી એક પણ મોત નથી થયું પરંતુ વિવિધ સ્મશાન ગૃહોના આંકડા સાક્ષી પૂરી રહ્યા છે. એવામાં તંત્ર સામે સવાલ ઊભો થાય છે કે શું સ્મશાનના મૃતદેહ જુઠ્ઠુ બોલે છે?

    ભાવનગર શહેરમાં કોરોના ખોફ વધી રહ્યો છે ત્યારે સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો ફુલ થવા આવી છે તેવા સમયે ભાવનગરમાં 240 બેડની એક કોવિડ હોસ્પિટલ શરૂ કરવા તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલ અને 18  ખાનગી હોસ્પિટલમા કુલ 800 થી વધુ એક્ટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.  લેપરસી હોસ્પિટલ રાજાશાહી સમયની છે અહીં માત્ર 7 દર્દીઓ જ સારવાર લઈ છે અને આખી હોસ્પિટલ ખાલી છે ત્યારે અહીં તંત્રએ 240 બેડ ની હોસ્પિટલ શરૂ કરવાની કામગીરી હાથ ધરી છે. તમામ વોર્ડ મા કલરકામ,તેમજ ખાટલાઓ નું રંગરોગાન અને પાણીની તેમજ ઓક્સીઝન માટેની લાઈનો નાંખવાનું કામ પણ ઝડપભેર શરૂ કરવામાં આવ્યું છે. 

    ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના 1,68,912 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 75,086 લોકો સાજા થયા છે અને 904 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ આંકડા સરકારના સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 5469 કેસ નોંધાયા છે અને 2976 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 3,15,127 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યમાં 54 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4800 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. રાજ્યમાં હાલ 203 લોકો વેન્ટિલેટર પર છે. એક્ટિવ કેસનો આંકડો 27,568 પર પહોંચ્યો છે.

 

Download Our B K News Today App



Related News