મહારાષ્ટ્રની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, 24 કલાકમાં આશરે 26000 કેસ નોંધાયા છે, એક જ દિવસમાં નવા કેસોની સૌથી વધુ સંખ્યા પ્રાપ્ત થઈ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-19 11:01:45
  • Views : 274
  • Modified Date : 2021-03-19 11:01:45

    મહારાષ્ટ્રમાં કોરોનાના સંક્રમણની સ્થિતિ ચિંતાજનક બની છે. ગુરુવારે અહીં 25,833 નવા કેસ નોંધાયા હતા. દેશમાં કોરોના મહામારીની શરૂઆત પછીનો અત્યારસુધીનો આ સૌથી મોટો આંક છે. એક જ દિવસમાં આટલા દર્દી કોઈપણ રાજ્યમાં મળ્યા નથી. અગાઉ, 11 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં 24,886 કોરોનાના દર્દીઓ મળી આવ્યા હતા.

    છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 39,643 કેસ નોંધાયા, 20,338 દર્દી સાજા થયા અને 155 લોકોએ જીવ ગુમાવ્યો. આ રીતે એક્ટિવ કેસની સંખ્યામાં એટલે કે દર્દીઓની સારવાર ચાલુ છે એવા દર્દીઓની સંખ્યામાં 19,141નો વધારો થયો છે. દેશમાં અત્યારસુધીમાં કુલ 1 કરોડ 15 લાખ 17 હજાર 945 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 81 હજાર 508 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1 લાખ 59 હજાર 405 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યું છે.

    આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યારસુધીમાં બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલના સ્ટ્રેનના 400 કેસ નોંધાયા છે. એમાંથી 158 છેલ્લાં 2 અઠવાડિયાંમાં સામે આવ્યા છે.

    20 માર્ચથી મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રથી આવતી-જતી પેસેન્જર બસો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે ખાનગી વાહનોની અવરજવર પર કોઈ પ્રતિબંધ નથી. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોનાની સમીક્ષા બેઠકમાં આ બાબતે જાણકારી આપી હતી.ગુજરાતમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 19 માર્ચથી શહેરમાં નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આ રાત્રે 9થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ રહેશે. આ ઉપરાંત શહેરમાં શનિવાર અને રવિવારે મોલ, સિનેમા હોલ જેવાં જાહેરસ્થળો બંધ રાખવા નિર્દેશ આપવામાં આવ્યા છે.

    ઉત્તરપ્રદેશના જાલૌનમાં ગુરુવારે 109 વર્ષીય રામ દુલ્હૈયાને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. તે દેશની સૌથી વૃદ્ધ મહિલા છે, જેમને વેક્સિન આપવામાં આવી છે. આ પહેલાં બેંગલુરુમાં 103 વર્ષીય જે. કમલેશ્વરીને કોરોનાનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.પંજાબના 9 જિલ્લામાં નાઇટ કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે. અગાઉ તે રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે એને વધારીને રાત્રે 9 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યો છે. આ જિલ્લાઓમાં લુધિયાણા, જલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, ગુરદાસપુર, હોશિયારપુર, કપૂરથલા અને રોપરનો સમાવેશ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી અહીં દરરોજ 100થી વધુ કેસ સામે આવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News