ડીસા RTO ચાર રસ્તા પાસે વરસાદી પાણીથી થયેલ નુકશાન બાબતે દુકાનદારોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-04 11:43:37
  • Views : 286
  • Modified Date : 2022-07-04 11:43:37

ડીસા RTO ચાર રસ્તા પાસે વરસાદી પાણીથી થયેલ નુકશાન બાબતે દુકાનદારોએ જિલ્લા કલેકટરને કરી રજૂઆત

ડીસા તાલુકામાં પડેલા પાંચ ઈંચ જેટલા વરસાદના કારણે ડીસા આરટીઓ ચાર રસ્તા પાસે દુકાનોમાં થયેલ નુકસાન બાબતે દુકાનદારોએ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

 

હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ક્યાંક વધુ પડતો વરસાદ પડે છે તો ક્યાંક છૂટા છવાયો વરસાદ પડ્યો છે જિલ્લામાં જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી લોકો વરસાદની રાહ જોઈને બેઠા હતા ત્યારે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી વધુ પડતા વરસાદના કારણે લોકોને નુકસાન પણ વેચવાનો વારો આવે છે ત્યારે ડીસા તાલુકામાં એક જ રાતમાં પડેલા પાંચ ઇંચ જેટલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા ની સાથે જ અનેક વિસ્તારોમાં લોકોએ નુકસાન વેચવાનો પણ વારો આવ્યો હતો ત્યારે ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી 50 જેટલી દુકાનો માં પણ વરસાદી પાણી ભરાઈ ગયું હતું. આ દુકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ઘૂસી જતા દુકાનનો માલ સામાન તરવા લાગ્યો હતો.. ઇલેક્ટ્રીક સબમરસીબલ, બેટરી, કરિયાણા ની દુકાનોમાં પાણી ઘૂસી જતા દુકાન માલિકોને લાખો રૂપિયા નું નુકસાન વેઠવું પડ્યું છે મહત્વની વાત એ છે કે ગત વર્ષે પણ સામાન્ય વરસાદથી જ આ દુકાનમાં પાણી ભરાઈ ગયું હતું. આ દુકાનદારોએ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરી હતી તેમ છતાં પણ પાણી નિકાલ માટેની કોઈ જ વ્યવસ્થા ન થતા આ વખતે ફરીથી દુકાનોમાં પાણી ઘૂસી જતા નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે અહીં પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા થાય તેવી દુકાનદારોએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને રજુવાત કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News