બિનજામીનપાત્ર ગુના હેઠળ કેસ દાખલ કરવામાં આવશે; 10 વર્ષની જેલની સજા, મદદ કરનારાઓને પણ સજા થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-26 11:50:42
  • Views : 301
  • Modified Date : 2020-12-26 11:50:42

    મધ્યપ્રદેશની શિવરાજ સરકારે લવ જેહાદ વિરોધી કાયદાને મંજૂરી આપી છે. મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરોધી બિલ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020'ને કેબિનેટે મંજૂરી આપી દીધી છે. મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારની કેબિનેટે લવ જેહાદ સામેના બિલના ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. હવે તે 28 ડિસેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. શનિવારે મુખ્યમંત્રી નિવાસ સ્થાને કેબિનેટની બેઠકમાં ડ્રાફ્ટને મંજૂરી આપવામાં આવી છે. જેમાં કાયદો વધુ કડક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ પહેલા ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પણ કહી ચૂક્યા છે કે કાયદો કડક બનાવવો જોઈએ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ કાયદો ઝડપી બનાવ્યો છે, શિવરાજ સરકાર પણ આ જ રસ્તે આગળ વધી રહી છે.

    બિલના ડ્રાફ્ટ મુજબ, બિન જમીનપાત્ર ગુનામાં કેસ દાખલ કરવામાં આવશે અને ઓછામાં ઓછી 10 વર્ષ સુધીની સજાની જોગવાઓ કરવામાં આવી છે. લવ જેહાદ જેવી બાબતોમાં મદદ કરનારાઓને પણ મુખ્ય આરોપી બનાવવામાં આવશે. તેમને ગુનેગારો માનતા મુખ્ય આરોપીની જેમ જ સજા કરવામાં આવશે. જ્યારે, લગ્ન માટે ધર્મ પરીવર્તન કરનારાઓને સજા કરવા માટેની જોગવાઈ આ કાયદામાં રહેશે.
નવા કાયદામાં કુલ 19 જોગવાઈઓ છે, જે હેઠળધર્મ પરીવર્તનના મામલામાં પીડિતાના પરિવારજનો ફરિયાદ કરશે તો પોલીસ કાર્યવાહી કરશે. જો કોઈ વ્યક્તિ સગીર, એસસી / એસટી જાતિની દીકરીઓને લાલચ આપીને જો લગ્ન કરવા બદલ દોષી સાબિત થાય છે, તો તેને બે વર્ષથી 10 વર્ષ સુધીની સજા કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ સંપત્તિના લોભમાં ધર્મ છુપાવીને લગ્ન કરે છે, તો તેના લગ્ન રદબાતલ ગણાશે.

    ઉત્તરપ્રદેશની યોગી સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો 24 નવેમ્બરના રોજ વટહુકમ દ્વારા લાગુ કર્યો છે. જે કિસ્સામાં બિનજામીનપાત્ર ગુના હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવે અને 10 વર્ષની સખત સજાની જોગવાઈ છે.ઉત્તરપ્રદેશ પછી શિવરાજસિંહ ચૌહાણની સરકારે મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડવા માટેના પ્રયત્નો ઝડપી બનાવ્યા હતા. મધ્યપ્રદેશમાં લવ જેહાદ વિરોધી બિલ 'ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020' (મધ્યપ્રદેશ ફ્રિડમ ઓફ રિલિજન એક્ટ 2020)ને શિવરાજ કેબિનેટે મંજૂરી આપી દીધી છે. શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં મળેલી વિશેષ બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી છે. મધ્યપ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે અમે અમારા રાજ્યમાં દેશનો સૌથી મોટો કાયદો બનાવ્યો છે. હવે આ બિલ વિધાનસભામાં લાવવામાં આવશે. 28 ડિસેમ્બરથી મધ્યપ્રદેશ વિધાનસભાનું સત્ર શરૂ થઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News