સિદ્ધપુરમાં કોંગ્રેસના કાર્યકરોની પ્રાણવાયુની સેવા યજ્ઞ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-06 11:40:58
  • Views : 213
  • Modified Date : 2021-05-06 11:40:58

     સિદ્ધપુર શહેર અને તાલુકા કોંગ્રેસના સેવાભાવી કાર્યકરો દ્વારા 15 થી 20 જેટલા દર્દીઓને ઓક્સિજન સિલિન્ડર આપવાનું સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે. પરંતુ સંખારી ખાતેના પ્લાન્ટ ઉપર તંત્ર દ્વારા કબજો જમાવી લેતા સંખારી પ્લાન્ટ ઉપરથી બોટલ ભરી આપવાનું બંધ કરતા હાલમાં અંકલેશ્વરથી સિલિન્ડર મંગાવીને સિદ્ધપુરના સુજાણપુર ત્રિરંગા વિદ્યાસંકુલ ખાતે આ સેવાકાર્ય ચાલુ રાખવામાં આવ્યું છે. જેમાં દર્દીનું નામ તેમના સગાવહાલાનું નામ મોબાઇલ નંબર જેવી માહિતી લખાવીને ઓક્સિજન સિલિન્ડર આવતાની સાથે જ તાત્કાલિક વિતરણ કરી દેવામાં આવે છે. સિદ્ધપુર તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતાં ઓક્સિજન સિલિન્ડરની અછત સર્જાતા સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં તાલુકા પંચાયતના સહિતના સભ્યો દ્વારા આ સેવા પુરી પાડવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News