ગુજરાત સરકાર દ્વારા લોકોને અગવડ ના પડે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજે ડીસા ખાતે નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન ડીસાની એસ.સી.ડબલ્યુ.હાઈસ્કૂલ ખાતે યોજાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 12:04:15
  • Views : 529
  • Modified Date : 2021-10-23 12:04:15

 

ડીસા નગરપાલિકા વિસ્તારના લોકોના સરકારી કામકાજ સરળતાથી થઈ શકે અને અરજદારોને અલગ અલગ કચેરીના ધક્કા ખવામાથી મુક્તિ મળે તે માટે તમામ સરકારી કામકાજ એક જ સ્થળ પર થઈ શકે તે માટે સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં  આવે છે.. ત્યારે આજે ડીસાની સર ચાર્લ્સ વોટસન હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ પ્રસંગે ડીસાના શહેરી વિસ્તારના મામલતદાર લાલજીભાઈ મકવાણા, ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્ર ગઢવી, પાલિકા સદસ્ય નિકિતાબેન ઠાકોર સહિત તમામ સરકારી કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News