સ્વયં સૈનિક દળ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે સરકારી હોસ્પિટલમાં આ ઘાતક બીમારીનો ઈલાજ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-08 12:18:03
  • Views : 221
  • Modified Date : 2022-07-08 12:18:03


ગુજરાત રાજ્યમાં નાના બાળકો સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની ઘાતક બીમારીના શિકાર થઈ રહ્યા છે જેનો ઈલાજ કરવો સૌથી વધુ ખર્ચાળ છે બીમારીના ઈલાજ માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે જે કોઈપણ સામાન્ય પરિવાર માટે અસંભવ બાબત છે ત્યારે જો ગંભીર બીમારીના ઈલાજની વ્યવસ્થા રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં કરવામાં આવે તો સામાન્ય પરિવારોના બાળકોને નવું જીવન મળી શકે છે..હમણાં બીમારીનો એક નવો કે સામે આવ્યો છે જેમાં જુનાગઢ જિલ્લાના માનાવદર તાલુકામાં રોણકી ગામના મૂળ નિવાસી અશોકભાઈ પરમારના પુત્ર અયાન પરમાર સ્પાઇનલ મુસ્ક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારીનો શિકાર થયો છે અને તેના ઈલાજ માટે 16 કરોડ રૂપિયા નું ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે zomato માં ડીલેવરી બોય તરીકે કામ કરનાર અશોકભાઈ પરમારના પાસે 16 કરોડ રૂપિયા ક્યાંથી હોય ? ત્યારે જો સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવે તો બાળકનું જીવન બચી શકે તેમ છે..ગુજરાતમાં બીમારીના ચારથી પાંચ કે સામે આવ્યા છે અને બધા બાળકોના પરિવાર 16 કરોડ રૂપિયા ખર્ચવામાં અસમર્થ થશે જેના કારણે બાળકોનું મૃત્યુ પણ થઈ શકે છે ત્યારે સ્વયં સૈનિક દળ દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર પાસે સરકારી હોસ્પિટલમાં ઘાતક બીમારીનો ઈલાજ કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

Download Our B K News Today App



Related News