કોરોનાની બીજી લહેરમાં અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં વધુ સંક્રમણ ફેલાયુ, ચાર દિવસમાં 942 ઘર માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-25 13:37:17
  • Views : 300
  • Modified Date : 2021-03-25 13:37:17

    કોરોના મહામારીને એક વર્ષ પૂરું થતાં જ ફી એકવાર રાજ્યમાં કેસોમાં વધારો થયો છે. ગત માર્ચ 2020માં શરૂ થયેલી મહામારીમાં પૂર્વના કોટ વિસ્તારમાં કેસો વધ્યા હતા. જો કે કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં કોરોના વધુ ફેલાયો છે. શહેરમાં છેલ્લા ચાર દિવસમાં પશ્ચિમ વિસ્તારમાં 942 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે. જ્યારે પૂર્વ વિસ્તારમાં 256 જેટલા ઘરો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવ્યા છે.

    પશ્ચિમ વિસ્તારમાં ખાસ કરીને ગોતા, ચાંદલોડિયા, બોપલ અને બોડકદેવ જેવા વિસ્તારમાં કોરોના વધુ પ્રમાણમાં પ્રસરી રહ્યો છે. સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં 200થી વધુ કેસો છે જેમાં બોપલમાં અને ગોતા વિસ્તારમાં આશરે 50 જેટલા કેસો છેલ્લા ચાર દિવસમાં આવ્યા હોવાનું બિનસત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

    એક તરફ પશ્ચિમ વિસ્તારમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે જેથી કોરોનાના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે. સુપર સ્પ્રેડર એવા શાકભાજી વેચવા વાળા, કરીયાણાની દુકાન સહિતના લોકોના ટેસ્ટ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 જગ્યાએ એન્ટિજન ટેસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ કોર્પોરેશનના ટેસ્ટિંગની પોલ્મપોલ પોલ બહાર આવી છે. પશ્ચિમ વિસ્તારમાં ચાંદલોડિયા શાકમાર્કેટમાં શકિત વિદ્યાલય પાસે સુપર સ્પ્રેડરના ડોમ બનાવવામાં આવ્યા છે. 

    એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ રહેલા અમદાવાદમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. સતત રોજના 500થી વધારે કેસ નોંધાઈ રહ્યા. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 514 નવા કેસ અને 461 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 2,340 પર પહોંચ્યો છે. અગાઉ 16 મેના રોજ અમદાવાદમાં હાઈએસ્ટ 973 કેસ નોંધાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 68,377 થયો છે. જ્યારે 64,271 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અને કોરોનાના કારણે 2284 લોકોના મોત નિપજ્યાં છે.

    સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂમાં જેમ ધીરે-ધીરે છૂટછાટ આપવામાં આવી તેમ જ મોટી સંખ્યામાં લોકો હોટલ, રેસ્ટોરન્ટ તેમજ ખાણી-પીણી સહિતમાં ભીડ કરતા નજરે પડ્યા હતા. જ્યાં માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનો સૌથી વધુ ભંગ થતો જોવા મળ્યો હતો. સાથે જ પોલીસની પણ કેટલાક વિસ્તારોમાં બેદરકારી જોવા મળી હતી. રાત્રિ કર્ફ્યૂ જોવા છતા કેટલાક વિસ્તારોમાં લોકો બેફામ ફરતા હોય છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ તમામ બાબતો કોરોના સંક્રમણ વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી રહી છે.


Download Our B K News Today App



Related News