અમદાવાદ સિવિલની સ્થિતિ અત્યંત ખરાબ, હવે દર્દીના સગાઓને સ્પીકર દ્વારા જાહેરાત કરીને બોડી સોંપવામાં આવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-18 11:53:11
  • Views : 302
  • Modified Date : 2021-04-18 11:53:11

    કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થઈ છે. ખૂબ જ મોટી માત્રામાં કેસ વધી રહ્યા છે, સાથે મોટી સંખ્યામાં મોત પણ વધી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના 1200 બેડના ડેડ બોડી વિભાગ પાસે પરિવાર જનો મોટી સંખ્યામાં એકઠા થાય છે જેથી બોડી આપવા માટે હવે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. સ્પીકરમાં દર્દીનું નામ બોલવામાં આવે છે અને તેમના સગાને બોલાવવામાં આવે છે.

    સિવિલ હોસ્પિટલના 1200 બેડમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા પણ વધુ છે અને મોતની સંખ્યા પણ વધુ છે. રોજ આંકડામાં સતત વધારો થઈ રહ્યો છે. ડેડ બોડી વિભાગ પાસે પણ મોટી સંખ્યામાં મૃતકોના પરિવારજનો ઉમટે છે. એક એમ્બ્યુલન્સ ગયા બાદ તરત જ બીજી એમ્બ્યુલન્સ લાગી જાય છે. મૃતકોની સંખ્યા વધુ હીવા કારણે સરકારી ઉપરાંત હવે પ્રાઇવેટ એમ્બ્યુલન્સની સંખ્યા પણ વધી છે. હોસ્પિટલ અને મૃતકના પરિવારજનો વચ્ચે ઘર્ષણ સર્જાય છે જેથી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

    સિવિલ હોસ્પિટલમાં મોતનો આંકડો એટલો બધો વધ્યો છે કે, હવે કોરોનાથી મરનારના પરિવારજનોને જાણ કરવા માટે હવે માઇક અને સ્પીકરનો ઉપયોગ કરવો પડે છે. સ્પીકરમાં નામની જાહેરાત કરીને મૃતકના પરિવારને બોલાવવામાં આવે છે. બાદમાં તેમને અંતિમ દર્શન માટે મોઢું બતાવવામાં આવે છે અને તે બાદ એમ્બ્યુલન્સ દ્વારા બોડીને સ્મશાન મોકલવામાં આવે છે. સ્થિતિ એટલી હદ સુધી ખરાબ છેકે, ડેડ બોડી વિભાગની બહાર એક બોડી ગયા બાદ તરત જ બીજી એમ્બ્યુલન્સ લગાવી દેવામાં આવે છે. એમ્બ્યુલન્સની પણ લાંબી લાઇન જોવા મળી હતી. સતત 24 કલાક પરિવારજનો ડેડ બોડી વિભાગની બહાર જોવા મળે છે.

    ડેડ બોડી લેવા આવેલ પરિવાર અને અન્ય લોકો અંદરના જાય તે માટે ગેટ પર બોડી બહાર નીકળ્યા બાદ તરત જ લોક મારી દેવામાં આવે છે. કેટલાક પરિવારજનો દ્વાર હોબાળો પણ કરવામાં આવ્યો હતો. જેથી તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત અને બેરીકેટિંગ પણ લગાવવામાં આવ્યા છે. આજથી મૃતકના સ્વજનો માટે રાહ જોવા માટે પણ મંડપ પણ બાંધવામાં આવી રહ્યા છે.


Download Our B K News Today App



Related News