હરિદ્વારના કુંભમાં ભક્તોનું ઘોડાપુર, કોવિડ ગાઈડલાઈનના ધજાગરા; ઘણા સાધુઓ કોવિડ પોઝિટિવ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 12:24:20
  • Views : 240
  • Modified Date : 2021-04-12 12:24:20

     હરિદ્વારના મહાકુંભમાં આજે સોમવારે બીજુ પરંપરાગત સ્નાન યોજાયું. આ સ્નાનમાં હજારો અખાડાઓના સાધુ-સંતો આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. આટલી બધી ભીડ હોવાને કારણે કોવિડ પ્રોટોકોલના લીરે લીરા ઉડાવાયા હતા. આ દરમિયાન ઘણા સાધુ-સંતો કોવિડ પોઝિટિવ મળી આવ્યા હતા. તેમછતાં ઉત્તરાખંડ પોલીસ ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે અક્ષમ રહી હતી.

     સુત્રોના જણાવ્યા પ્રમાણે તંત્રએ ગાઈડલાઈનનું પાલન કરવા માટે તમામ વ્યવસ્થા કરી હતી. 50 હજાર લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી ઘણા સાધુઓ પોઝિટિવ મળી આવ્યા હતા. અહીંયા લોકો પાસે કોવિડની ગાઈડલાઈનનું પાલન કરાવવું એક કસોટી રૂપ નીવડી શકે છે.જે પ્રમાણે ભીડ નજરે ચઢી રહી છે, લોકોએ કોરોના મહામારીને ભુલાવીને બેદરકારી દાખવી હતી. મોટાભાગના લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વગર નજરે પડ્યા હતા. સ્થાનિક પોલીસ કર્મીના જણાવ્યા પ્રમાણે પહેલા અખાડાઓને પરંપરાગત સ્નાન કરવા માટે અનુમતી આપવામાં આવી હતી. ત્યારે 7 વાગ્યા પછી અન્ય લોકોને સ્નાન કરવા દેવામાં આવ્યું.
        
     કુંભના મેળામાં કાર્યરત પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અમે લોકોને સતત કોવિડની ગાઈડલાઈનું પાલન કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. પરંતુ મોટા પ્રમાણમાં ભીડ હોવાને પગલે લોકો પાસે દંડ વસૂલ કરવો પણ ઘણો કઠીન છે. આ તમામ કિનારાઓ પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું અનિવાર્ય બનાવવું ઘણું મુશ્કેલ છે. અગર અમે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવીશું તો ભાગદોડ મચી જવાનો ભય રહેલો છે. આ સમય દરમિયાન એક જ દિવસમાં ઉત્તરાખંડમાં કોરોનાના ભયજનક આંક સામે આવ્યા હતા. ગત 24 કલાકમાં 1333 નવા સંક્રમિતો મળી આવ્યા હતા, જેમાંથી 8 લોકોના મોત નીપજ્યાં હતા. દહેરાદૂનમાં 582, હરિદ્વારમાં 386, નૈનીતાલમાં 122 કોરોનાના નવા દર્દીઓ મળી આવ્યા હતા. હરકી પૌરી પર રવિવારે સ્થાનિક પરીક્ષણ હાથ ધરાતા 9 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા.

Download Our B K News Today App



Related News