રાજકોટમાં દર્દીઓની સારવારમાં 12-12 કલાકનું વેઇટિંગ, હવે તો મરણના દાખલા 3 કલાક લાઇનમાં ઉભા રહેવા છતાં મળતા નથી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-27 15:02:28
  • Views : 189
  • Modified Date : 2021-04-27 15:02:28

    રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ગુજરાત અને દેશમાં કોરોનાની ઘાતક બીજી લહેર ચાલી રહી છે. આ બીજી લહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. જેના કારણે હાલ દર્દીઓની સારવારથી લઇ મૃત્યુ બાદ મરણના દાખલા સુધી તમામ જગ્યા પર લોકોની લાંબી લાઇન જોવા મળી રહી છે. લાઇનમાં ત્રણ કલાક ઉભા રહેવા છતાં મરણના દાખલા મળતા નથી. રાજકોટ મનપાના સિવિક સેન્ટર પર લોકોની લાંબી લાઇન જોવા મળી હતી. લોકો તંત્રની ઢીલી નીતિનો આક્ષેપ લગાવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં કોરોના દર્દીની સારવાર માટે 12-12 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.

    રાજકોટ શહેર અને જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વધતા જતા કોરોના સંક્રમણને અટકવવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ કામે લાગ્યું છે. પરંતુ સંક્રમણને અટકાવવું મુશ્કેલ બની રહ્યું છે. સિવિલ હોસ્પિટલ બહાર દર્દીની સારવાર માટે લાઇન છે, તો ઓક્સિજન પ્લાન્ટ બહાર ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરાવવા માટે લાઇનો જોવા મળે છે. એટલું જ નહીં દર્દીઓના મૃત્યુ બાદ સ્મશાનમાં લાઇનો બાદ હવે મરણના દાખલા કઢાવવામાં પણ લાઇનો જોવા મળી રહી છે. સારવારથી લઇ અંતિમસંસ્કાર અને હવે મરણના દાખલામાં પણ લાઇનમાં ઉભા રહી લોકો અકળાયા છે અને રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર સામે આક્ષેપ કરી રહ્યાં છે.

    રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે કેટલાક દિવસથી મરણના દાખલા કઢાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. આજ રોજ મરણનો દાખલો કઢાવવા માટે આવેલા દિનેશભાઇએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાર બાર કલાક લાઈનમાં ઊભા રહ્યાં બાદ બેડ મળ્યો હતો. જોકે ટૂંકી સારવાર બાદ તેમના પરિવારજનનું અવસાન થયું હતું. આજે સવારના 10:30 વાગ્યાથી તેઓ લાઈનમાં મરણનો દાખલો કઢાવા ઉભા છે પરંતુ તંત્રની ઢીલી નીતિના કારણે ત્રણ ત્રણ કલાક સુધી લાઈનમાં વારો આવી રહ્યો નથી.


Download Our B K News Today App



Related News