લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારની કોંગ્રેસની બીજી યાદી તૈયાર થઈ ગયેલ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-13 12:01:46
  • Views : 80
  • Modified Date : 2024-03-13 12:01:46

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર થઇ ગઇ છે. ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે આ વખતે યુવાનો અને પીઢ અનુભવીને મોકો આપ્યો છે.કોંગ્રેસ ઉમેદવારોની બીજી યાદી જાહેર થતા કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ છે કે ગુજરાતની જે 7 લોકસભાના ઉમેદવારો જાહેર કરાયા છે, તે તમામ સીટો પર કોંગ્રેસના કાર્યકર્તાઓેમાં ઉત્સાહ છે. એક ટીમ બનીને કોંગ્રેસ ઉમેદવારને વિજયી બનાવાશે. ઉમેદવારોમાં સત્તાલક્ષી રાજકારણ નહીં, સેવાલક્ષી કામ કરવાની તત્પરતા છે. ઉમેદવારોમાં યુવાનો અને પીઢ અનુભવીને મોકો આપ્યો છે. શક્તિસિંહે ગુજરાતની તમામ બેઠકો પર જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો.મહત્વનું છે કે કોંગ્રેસે જે સાત ઉમેદવારો જાહેર કર્યા છે તેમા બે સિટિંગ ધારાસભ્યો એક પૂર્વ ધારાસભ્ય છે અને ચાર નવા ચહેરા પર પસંદગી ઉતારી છે. બનાસકાંઠાથી ગેનીબેન ઠાકોર, અમદાવાદ પશ્ચિમથી ભરત મકવાણા, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા, બારડોલીથી તુષાર ચૌધરી, વલસાડથી અનંત પટેલ અને પોરબંદરથી લલિત વસોયાને ટિકિટ આપવામાં આવી છે.

Download Our B K News Today App



Related News