બનાસકાંઠામાં લપી વાયરસનો કહેર યથાવત : ડીસામાં લંપી વાયરસથી પાંચ પશુઓના મોત થતા પશુપાલકોમાં ભય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-03 10:33:20
  • Views : 207
  • Modified Date : 2022-09-03 10:33:20

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ તેનો કહેર વર્તાવી રહ્યો છે સતત વધતા જતા લંપી વાયરસ ના કહે વચ્ચે અનેક પશુઓ મોતને ભેટી રહ્યા છે રોજે રોજ અસંખ્ય લોકો પશુઓને બચાવવા માટે સારવાર કરી રહ્યા છે તેમ છતાં પણ અનેક પશુઓ આ બીમારીમાં સપડાઈ મોતને ભેટી રહ્યા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસથી વધુ ૧૪ પશુઓના મોત નિપજ્યા હતા. જેમાં સૌથી વધુ ડીસા તાલુકામાં પાંચ પશુઓના મોત નીપજતા પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સતત પશુઓમાં સંક્રમણ પોતાના કારણે દિવસેને દિવસે મોતની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર પણ દિવસ રાત આ વાયરસને રોકવા માટે પ્રયત્ન કરી રહી છે તેમ છતાં પણ રોજે રોજ અસંખ્ય પશુઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે આજે એક જ દિવસમાં લંપી વાયરસથી પાંચ પશુઓના મોતથી ડીસા શહેરી વિસ્તારમાં પણ વહીવટી તંત્રની ટીમ કામે લાગી છે અને અન્ય પશુઓનું મોત નીપજે તે માટે કામગીરી શરૂ કરવામાં આવી છે..

Download Our B K News Today App



Related News