ગુજરાત ગરમી : મોટાભાગના શહેરોમાં આગ દઝાડતી ગરમી, 8 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-07 13:32:56
  • Views : 253
  • Modified Date : 2021-04-07 13:32:56

     ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે ગુજરાતના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ હિટવેવની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અહેમદાબાદમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.1 ડિગ્રી, વડોદરામાં 40.7 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોધાયું હતુ.

    બીજી તરફ હજુ આગામી શનિવાર અને રવિવાર બે દિવસ પોરબંદર અને ગીર સોમનાથમાં હિટ વેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અહેમદાબાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો આજે 40.9 ડિગ્રી નોધાયો છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોધાયુ છે. શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે. બપોરના સમયે તો ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હજુ આગામી દિવસોમાં અહેમદાબાદ શહેરનું તાપમાન ઉચકાશે તેવુ હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. બીજી તરફ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ પણ થાય છે. રાત્રે ઠંડો પવન ફુંકાતા લોકો રાહત અનુભવી રહ્યાં છે.આગામી 48 કલાક આકરા સાબિત થશે

    હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનુ જોર વધશે તો આ તરફ અહેમદાબાદમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે યેલ્લો એલર્ટ જાહેર કર્યું છે,તો ભાવનગર, રાજકોટ સહિત બનાસકાંઠામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે.

    અહેમદાબાદમાં ગરમીનો પારો સતત ઉપર જતા કાંકરિયા જૂમાં વિશેષ વ્યવસ્થા અબોલ પશુ-પક્ષીઓ માટે ઉભી કરવામાં આવી છે. આગ ઓકતી ગરમી સામે પશુ-પક્ષીઓને રક્ષણ મળી રહે તે માટે પ્રાણીસંગ્રાહલ દ્વારા 25 જેટલા કુલર, ગ્રીન નેટ લગાવવાની સાથે પાણીનો છંટકાવ પણ શરૂ કરાયો છે. આ ઉપરાંત વૃક્ષા રોપણની પણ કામગીરી કરવામાં આવી છે. તો તાપમાન 45 ડીગ્રી નોંધતો એન્ટી ઈસ્ટ્રેસ દવા આપવાની પણ તૈયારી જૂ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

 

 

Download Our B K News Today App



Related News