ડીસાના ઇન્દીરાનગરઅને ઝવેરી નગર પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-25 10:54:35
  • Views : 246
  • Modified Date : 2022-06-25 10:54:35

 

બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણનું વ્યાપ વધે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં ખાસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે હાલમાં ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં નાનપણથી જ બાળકોમાં શિક્ષણનું પ્રમાણ વધે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવી રહ્યા છે જેનો મુખ્ય હેતુ એ છે કે નાનપણથી જ બાળક શિક્ષણ ક્ષેત્રે આગળ વધે અને શિક્ષણમાં પ્રગતિ કરે તે હેતુથી ખાસ રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ વેચવામાં આવી રહ્યા છે રાજ્ય સરકાર દ્વારા જોવામાં આવી રહેલા શાળા પ્રવેશોત્સવમાં અત્યાર સુધી ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓ જોડાઈ રહી છે રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ ખાતે આવેલ મહમદપુરા પ્રાથમિક શાળા ખાતેથી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી. અને આજે બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની શાળાઓ માં રાજ્ય સરકારના આદેશ પ્રમાણે શાળા પ્રવેશ સૌ યોજવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણી અંતર્ગત વિવિધ શાળા  પ્રવેશોત્સવ યોજવામાં ના ભાગરૂપે આજે ડીસાના શહેરી મામલતદાર સતીષ બોડાણાની અધ્યક્ષતામાં રિજમેટ જેવા સ્લમ વિસ્તારમાં આવેલ ઝવેરી પ્રાથમિક શાળા ખાતે  શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં ધોરણ ૧માં નાના ભુલકાઓને શાળામાં પ્રર્વેશ આપવામાં આવ્યો હતો આજે યોજાયેલ શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમમાં મામલલદારે શાળાના ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રીટાબેન પટેલ

શાળાના આચાર્ય શિક્ષકો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.. .

Download Our B K News Today App



Related News