લોકસભા ચૂંટણીને લઇને સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં ફસાયો પેચ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-26 14:36:15
  • Views : 63
  • Modified Date : 2024-03-26 14:36:15

લોકસભા ચૂંટણીને લઇને સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં પેચ ફસાયો છે. ભાજપના ઉમેદવારો સામે સૌરાષ્ટ્રની ત્રણ બેઠકો માટે કોંગ્રેસના ઉમેદવાર હજુ બાકી છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને રાજકોટમાં ઉમેદવારોના નામને લઇને મથામણ થઈ રહી છે. જૂનાગઢમાં હિરા જોટવાનું નામ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજમાંથી હિતેષ વોરાનું નામ સામે આવે તેવી સંભાવના છે.રાજકોટમાં ઇન્દ્નનીલ રાજ્યગુરૂ, હેમાંગ વસાવડાના નામ પણ ચર્ચા જોવા મળે છે. રાજકોટમાં કોળી સમાજમાંથી કોઇ ચહેરો આવે તેવી પણ શક્યતા છે. સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિક મકવાણાનું નામ લગભગ નક્કી કરવામાં આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત રાજકોટ બેઠક પર વિક્રમ સોરાણીનું નામ ચર્ચામાં પરંતુ સ્થાનિક નેતાઓએ આ નામને લઇને નારાજગી વ્યક્ત કરી છે.

Download Our B K News Today App



Related News