વર્તમાન રાજયમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 11:03:27
  • Views : 258
  • Modified Date : 2021-08-02 11:03:27

     વર્તમાન રાજયમાં સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સૌનો સાથ સૌનો વિકાસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યની ભાજસરકાર દ્વારા સફળતાના 5 વર્ષ પૂર્ણ થતાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી..જેમાં ગુજરાત રાજ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણમાં વિશ્વમાં ક્યાંય પાછો ના પડે તે માટે રાજ્યભરમાં જ્ઞાનશક્તિ દિવસે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે ત્યારે આજરોજ રાજ્યભરમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણમાં 100 અને ઉચ્ચ શિક્ષણના 51 મળી કુલ ૧૫૧ કાર્યક્રમો મંત્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયા હતા તેમજ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ ૧૩૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ 3659 શાળાઓના બાર હજાર જેટલા સ્માર્ટ ક્લાસોનું લોકાર્પણ કરાયું હતું. 95 કરોડના ખર્ચે નિર્મિત 1050 શાળા ઓરડા,૧૦ કરોડના ખર્ચે નિર્મિત 71 પંચાયત ઘર તથા ૪.૮૦ કરોડ ના ખર્ચે નિર્મિત ધોળકા અને નવસારી તાલુકા પંચાયત કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. 58 કરોડના ખર્ચે નિર્માણ થનાર 647 શાળાના ઓરડાઓ અને 21 કરોડના ખર્ચે નિર્માણ થનાર 144 પંચાયત ઘરનું ખાતમુરત કરવામાં આવ્યું હતું..35 કરોડના ખર્ચે 256 માધ્યમિક શાળાઓમાં કોમ્પ્યુટર લેબનો શુભારંભ કરવામાં આવ્યો હતો. શોધ યોજના અંતર્ગત 1000 પી.એચ.ડી સ્ટુડન્ટને સ્કોલરશીપ આપવામાં આવી હતી તેમજ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 2008 વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણની સહાય વિતરણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને નમો ઇ-ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ student startup and innovation પોલીસી હેઠળ રાજ્યની 16 કોલેજો અને યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ કરી કુલ ૧૮ હજાર 670 વિદ્યાર્થીઓનો લાભ મળશે. રાજ્યભરમાં જ્ઞાનશક્તિ દિવસે આ તમામ કાર્યક્રમો વર્ચ્યુઅલ રીતે યોજવામાં આવ્યા હતા જે અંતર્ગત ડીસા ખાતે આવેલ શ્રી વરધાજી નગાજી માળી પ્રાથમિક શાળા શિવનગર ખાતે ડીસા નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન વાસુભાઇ મોઢ,સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન નયનાબેન સોલંકી,સ્ટ્રીટલાઈટ સમિતિના ચેરમેન પુનમબેન ભાટી સહિતના શાળાના આચાર્ય, શિક્ષક મિત્ર તેમજ વાલીઓની ઉપસ્થિતિમાં સ્માર્ટ ક્લાસ રૂમનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું જેમાં આગામી સમયમાં આ વિદ્યાર્થીઓ નવી અદ્યતન ટેકનોલોજી સાથે ઓનલાઇન અભ્યાસ કરશે.  આ તમામ કાર્યક્રમો મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલ રીતે કરવામાં આવ્યા હતા. આજના હરિફાઈના યુગમાં ગુજરાતનો યુવાન કૌશલ્ય યુક્ત શિક્ષણ મેળવી ઉન્નત ભવિષ્યનું નિર્માણ કરે તે માટે રાજ્ય સરકાર પ્રયાસો કરી રહ્યું છે. ત્યાંરે રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતા આજે જ્ઞાનશક્તિ દિવસ દ્વારા વિવિધ કાર્યક્રમો ખુલ્લા મુકાયા હતા

Download Our B K News Today App



Related News