ડીસા ના રાણપુર માં વરઘોડો કાઢતા સરપંચ એ ધમકી આપી હુમલો કર્યો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 11:37:01
  • Views : 607
  • Modified Date : 2022-06-01 11:37:01

 

હુમલા માં બે ગાડી ઓ ના કાચ તોડી ત્રણજાનૈયાઓ સાથે મારામારી કરી..

 

ડીસા તાલુકા.પોલિસ મથકે સરપંચ સહિત ત્રણ સામે ફરિયાદ..

 

ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ગામે વરઘોડાને લઈને હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ હતી અને બે ગાડીઓ ને કાચ ફોડી નાખતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

 

ડીસા તાલુકાના રાણપુર આથમણાવાસ ગામે માળી વાઘાજી લખાજી ને ત્યાં વાસડા ગામેથી જાન આવી હતી અને જાનૈયાઓ ડીજેના તાલે નાચી રહ્યા હતા ત્યારે ગામના સરપંચ દિનેશકુમાર ચમનજી છેપા અને તેમના ભાઈ ભગવાનજી ચમનજી છેપા અને નટવરજી ચમનજી છેપા ત્યાં આવી એકદમ ઉશ્કેરાઇ જઇ અને કહેલ કે કેમ વરઘોડામાં ઈકારીઓ પાડો છો અને બુમો પાડો છો તેમ.કહી અપશબ્દો બોલવા લાગેલા તે દરમિયાન ભરત ચતરાજી માળીએ કહેલ કે સરપંચ કેમ અપશબ્દો કેમ બોલો છો બેન દીકરીઓ સાંભળે સારું નથી લાગતું  તેમ કહેતા સરપંચ દિનેશભાઇ  ઉશ્કેરાઇ જઇ લોખંડની ટોમી મારતા  માથાના ભાગે  સામાન્ય ઈજા થયેલી ત્યારબાદ અન્ય બે જાનૈયાઓ પણ વચ્ચે છોડાવવા પડતાં ભગવાનજી છેપાએ લાકડાનો ધોકો મારે લો અને નટવર ચમનજી છેપાએ લોખંડની પાઈપ મારી મારામારી કરી ત્રણે જણાએ ઇજાઓ પહોંચડેલ જયારે પથ્થરમારો કરી બે ગાડીઓ ના  કાચ ફોડી નાખેલ અને આડેધડ પથ્થરમારો કરતા નાસભાગ મચી ગયેલી અને દિનેશ ચમનજી છેપા કહેવા લાગેલ કે આ ગામનો સરપંચ છું  મને પૂછ્યા વગર ગામમાં વરઘોડો કેમ કાઢો છો જતાં રહો નહીતો તમને જાનથી મારી નાખીશું આમ ધમકી આપતા ભરતભાઈ માળી લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ડીસા તાલુકા પોલીસ મથકે સરપંચ સહિત ત્રણ  વિરુદ્ધ ગુનો નોંધાયેલ જેની તપાસ ડીસા તાલુકા પોલીસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News