ડીસા તાલુકામાં આવેલા પેછડાલ ગામના સરપંચ પર ગામના જ આગેવાનો અને ગ્રામ પંચાયતના સભ્યોના પરિવાજનોએ સંગીન આક્ષેપો કર્યા છે..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-23 11:27:01
  • Views : 1052
  • Modified Date : 2022-05-23 11:27:01

 

આક્ષેપોમાં જણાવવામાં આવ્યું છે કે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજેતા થયેલા સરપંચ દ્વારા તેમના ગામની ગૌચરની જમીન પર દબાણ આચરવામાં આવ્યું છે.. અને આચરવામાં આવેલા દબાણના રેકર્ડ જે ગ્રામ પંચાયતમાં હતા તેને પણ સગેવગે કરી દેવામાં આવ્યા હોવાના ગ્રામજનો અને પંચાયતના સભ્યોના પરિવાજનો આક્ષેપ કરી રહ્યા છે.. ગેરરીતિ અંગે સ્થાનિકોએ ડીસા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીથી માંડી જિલ્લા વિકાસ અધિકારી સુધી મૌખિક અને લેખિત રજૂઆત કરી હોવા છતાં પરિણામ શૂન્ય આવ્યું છે.. સ્થાનિક ગ્રામજનો અને આગેવાનોએ પેછડાલ સરપંચ પર પંચાયત અધિનિયમ ૧૯-૧નો ભંગ કરી સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.. ઉપરાંત સ્થાનિક આગેવાનો સરપંચ દ્વારા આચરવામાં આવેલા કથિત દબાણોને દૂર કરવાની માંગ કરી છે..

 

Download Our B K News Today App



Related News