મુડેઠાના સરપંચ પર અંગત અદાવત રાખી સરખીવાળુ ટ્રેકટર ફેરવી દેતા સરપંચનું ઘટના સ્થળે જ મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-06 12:02:12
  • Views : 2301
  • Modified Date : 2021-09-06 12:02:12

     ડીસા તાલુકાના મુડેઠા ગામના સરપંચની અંગત અદાવત રાખી પોતાના ગામના વ્યક્તિએ સરખીવાળા ટ્રેકટરથી અકસ્માત સર્જતા સરપંચનું ઘટના સ્થળે જ મોત નિપજતાં સમગ્ર પંથકમાં અરેઆટી સાથે ચકચાર મચી જવા પામી છે..આ અંગે મળતી માહિતી અનુસાર શનિવારના સાંજના સુમારે મુડેઠા ગામના સરપંચ કાંતિજી તલજી રાઠોડ ભીલડી કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેમના ભેગા નોકરી કરતા ઇશ્વરજી સાતિજી રાઠોડ થોડા સમય પહેલા ડ્રાઇવર માંથી છૂટા કરવામાં આવ્યા હતા જેમાં તેમણે અંગત અદાવત રાખી સરપંચને રતનપુરા ટેલિફોન એક્ષચનજ પાસે ગાડી ઉપર ટ્રેક્ટર નાખવાનો પ્રયત્ન કરી તેમજ ગાડીને ટક્કર મારતા સરપંચ દ્વારા આગળ જતા ટ્રેક્ટરને હાથ કરી ઉભો રાખવા પ્રયત્ન કરેલ પરંતુ તેમના જ ગામનાં ઇશ્વરજી શાંતિજી રાઠોડે પૂરઝડપે ટ્રેક્ટર ચલાવી તેમના ઉપર ટ્રેક્ટર ફેરવી દીધૂ હતું તેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજા થતાં સરપંચ કાંતિજી તલજીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું સરળ સ્વભાવ ધરાવતા સરપંચના મોતને લઇ મુઠેડા ગામમાં ભારે અરેરાટી પ્રસરી હતી..અગમચેતી ના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આ અંગે ભીલડી પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News