લાખણી તાલુકા ગામડી ગામના સરપંચે લણણી કરવા આવેલી બાજરીનો પાક ગાયો માટે દાન કર્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 11:29:10
  • Views : 330
  • Modified Date : 2021-05-24 11:29:10

     કોરોનાની મહામારી ચાલી રહી છે તેવામાં અબોલ જીવોને પણ તકલીફ ના પડે તે હેતુથી તેમજ મહામારીમાંથી કુદરત પણ બચાવે તેવા ઉદ્દેશથી બનાસકાંઠાના ઘણા ખેડૂતોએ પણ ગાયો માટે ખેતરોમાં ઊભેલો બાજરીનો પાક ગાયો માટે ભળાઇ દીધો હતો તેમજ લીલો ઘાસચારો નાખી લોકો પણ પુણ્ય મેળવી રહ્યા છે જેમાં ડીસા પથંકમાં ઘણા ગામડામાં પુણ્ય માટે ગાયોને ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે ત્યારે આજે લાખણી તાલુકાના ગામડી ગામના સરપંચ બાબુભાઈ મલાભાઇ દેસાઇ દ્વારા બે વીઘા લણણી કરવા આવેલી બાજરી ગાયોને ઉનાળાની ગરમીમાં ગાયોને લીલો ઘાસચારો મળી રહે તે માટે ચરાવવા માટે આપી દિધો હતો..તેમજ લાખણી તાલુકાના નાણી એરફોર્સ ખાતે રામ ભરોશે રહેતી ૨૦૦૦ જેટલી ગાયો માટે ઉનાળામાં ઘાસ ચારો મળી રહે તે માટે ગામડી દૂધ મંડળીના ગ્રાહકો અને ગામના લોકો દ્વારા ૮૪,૦૦૦ જેટલો માતબર રકમનો ફાળો કરી નાણી ખાતે રહેતી ગાયોને ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

Download Our B K News Today App



Related News