રામ મંદિર માટે અનોખી બાધા, સાધુએ માથામાં પર ઉગાડ્યા જવ અને ચણા; માઘ મેળામાં આ જ બાબાની ચર્ચા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-25 13:05:15
  • Views : 273
  • Modified Date : 2021-02-25 13:05:15

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ સંગમ પર શરૂ થયેલા માઘ મેળામાં સાધુ સંતોની ભીડ ભેગી થઈ છે. અહીં આવેલા સાધુ સંતોમાં અનાજવાળા બાબાની ખૂબ ચર્ચા થઈ રહી છે. તેમને જોવા માટે અહીં લોકોની ભીડ ભેગી થઈ રહી છે. હકિકતમાં આ બાબાએ તેમના માથામાં જવ અને ચણા ઉગાડવાનું શરૂ કર્યું છે. બાબાએ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એક અનોખી બાધા રાખી છે.

    માઘ મેળામાં આવેલા બાબાએ જણાવ્યું કે, અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામના દર્શન ઝડપથી થઈ જાય તે માટે તેમણે આ અનોખી બાધા રાખી છે. આ સંત જે બાજુ જાય છે, ત્યાં લોકો તેમના વિશે ચર્ચા કરવાનું શરૂ કરી દે છે અને ત્યાં તેમને જોવા માટે ભીડ ભેગી થઈ જાય છે. આ સંતે તેમનું નામ અમરજીત સંત રવિદાસ જણાવ્યું છે. સંત રવિદાસનું કહેવું છે કે, તેમને સંપૂર્ણ વિશ્વાસ છે કે, તેમની ઈચ્છા ખૂબ ઝડપથી પૂરી થશે.

    બાબા અમરજીત સંત રવિદાસે તેમની જટાઓમાં અનાજ ઉગાડવાનું શરૂ કર્યું છે. તેમણે જણાવ્યું છે કે, તેમણે તેમની વાળની વધી ગયેલી જટામાં જવ, ચણા, મેથી અને અડદના બીજ નાખ્યા હતા અને તેમાંથી હવે આ ઘાસ ઉગવાની શરૂઆત થઈ છે. ખાસ વાત એ છે કે, બાબાએ માથામાં સહેજ પણ માટી નાખી નથી અને છતાં તેમના માથામાં અનાજ ઉગવાની શરૂઆત થઈ ગઈ છે. અમરજીત સંત રવિદાસ મારકુંડી જિલ્લા સોનભદ્રથી પ્રયાગરાજના માઘ મેળામાં આવ્યા છે. તેમની આ અનોખી બાધામાં મેળામાં ચર્ચાનો વિષય બની છે.


Download Our B K News Today App



Related News