ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-18 18:37:34
  • Views : 206
  • Modified Date : 2024-10-18 18:37:34

આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૦૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહેવાને કારણે રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૪.૦૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૪.૦૧ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૪.૦૭ અને ઉપરમાં ૮૩.૯૯ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ચાર પૈસા ઘટીને ૮૪.૦૬ના મથાળે બંધ રહ્યો હતો.

Download Our B K News Today App



Related News