લાઉડ સ્પીકરને લગતા નિયમો ધાર્મિક સ્થળોને પણ લાગુ પડશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-19 18:40:18
  • Views : 124
  • Modified Date : 2023-06-19 18:40:18

લાઉડ સ્પીકરના આડેધડ ઉપયોગને લઇને રાજ્ય સરકારે હાઇકોર્ટમાં સોગંદનામુ રજૂ કર્યું છે. આ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ મંજૂરી વગર લાઉડ સ્પીકરના ઉપયોગ અને લોકોને મુશ્કેલી પડે તે પ્રકારના ઉપયોગ સામે કાર્યવાહી કરાશે. તથા લાઉડ સ્પીકરને લગતા નિયમો ધાર્મિક સ્થળોને પણ લાગુ પડશે. આ અંગે આગામી દિવસોમાં નીતિ જાહેર કરાશે.આ સાથે રહેણાંક વિસ્તારમાં રાત્રે 45 ડેસીબલથી વધુ મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર અને દિવસે 55 ડેસીબલથી વધુ મોટા અવાજે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. તથા DYSP કક્ષાના અધિકારી ધ્વનિ પ્રદૂષણના કિસ્સામાં નોડલ ઓફિસર તરીકે કામગીરી કરશે. રાજ્ય સરકારે આ માટે જિલ્લા દીઠ નીમાયેલા અધિકારીઓની વિગતો પણ સોગંદનામાં રજૂ કરી છે.

Download Our B K News Today App



Related News