ડીસા ખાતે કાર્યરત સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન તેમજ રોકડ રકમની સહાય આપી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-06 13:08:10
  • Views : 322
  • Modified Date : 2021-10-06 13:08:10

     ડીસા ખાતે કાર્યરત સેવાકીય સંસ્થા રોટરી ક્લબ ડીસા ડિવાઇન દ્વારા દિવ્યાંગ બાળકોને ભોજન તેમજ રોકડ રકમની સહાય આપી હતી. ડીસા ખાતે કાર્યરત રોટરી ક્લબ ડીવાઇન દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે.ત્યારે આજે રોટરી ક્લબના પ્રમુખ ધર્મિષ્ઠાબેનના  અનોખી રીતે દિવ્યાંગ બાળકો સાથે ઉજવવાનો મોકો મળ્યોઅંધજન મંડળ અમદાવાદ તથા નગરપાલિકા ડીસા દ્વારા સંચાલિત

ખુશીઓનું સરનામુ

સંસ્થા ખાતે દિવ્યાંગ બાળકોની ખુશીઓ માં વધુ એક ખુશીનો ઉમેરો કરવા આવ્યો હતો. જેમાં દિવ્યાંગ ભવન ખાતે રહેતા બાળકોને અલ્પાહાર તેમજ સંસ્થા ને મદદ ના ભાગ રૂપે 10,000રૂપિયા (દસ હજાર  રૂપિયા) ના  દાતા ધર્મિષ્ઠા બેન પટેલ દ્વારા આપવામાં આવ્યા હતા.વ્યવસ્થાપક વનરાજભાઈ ચાવડા, આનંદભાઈ ,તેમજ સ્ટાફ ની ઉપસ્થિતિમાં ચેક  અર્પણ કરવામાં આવ્યો .

પ્રસંગે રોટરી ક્લબ ડીસા ડિવાઇન પ્રમુખ ર્ડો રીટાબેન પટેલ, રોટે. ધર્મિષ્ઠાબેન પટેલ, રોટ.દક્ષાબેન મોદી, રોટે. કાંતાબેન પટેલ, રોટે. વીણાબેન પંચાલ, રોટે. અલ્પાબેન શાહ, રોટે. કિંજલબેન ઠક્કર,નટુભાઈ પટેલ, તથા વાલીજનો ઉપસ્થિત રહયા.

દિવ્યાંગ બાળકો પર તકે ચેહરા પર  ખુશી જોઈ બેહદ આનંદની લાગણી અનુભવી,......

Download Our B K News Today App



Related News