ભયંકર તોફાનમાં ઉડી રેસ્ટોરેન્ટની છત, બચાવવા ગયેલા લોકો પણ ઉડ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 17:20:52
  • Views : 105
  • Modified Date : 2023-06-16 17:20:52

સોશિયલ મીડિયાને કારણે યુઝર્સને દુનિયાના કોઈપણ ખૂણામાં બનેલી ઘટનાની જાણ થઈ જાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. કેટલાક વીડિયો યુઝર્સને મનોરંજન આપે છે, તો કેટલાક વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર તોફાન દરમિયાનનો એક રેસ્ટોરેન્ટનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે દંગ રહી જશો.વાયરલ થઈ રહેલા વીડિયોમાં તોફાનના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.વીડિયોમાં જોઈ શકાય છે કે ઝડપી પવનો ફૂંકાઈ રહ્યા છે. કેટલાક લોકો આ તોફાન વચ્ચે રેસ્ટોરેન્ટમાં બેઠા છે અને તોફાનને કારણે હાલકડોલક કરી રહેલી રેસ્ટોરેન્ટની છતને બચાવી રહ્યા છે. આ બધા વચ્ચે પવનને કારણે રેસ્ટોરેન્ટનો ટેન્ટ છત અને પિલર સાથે ઉડી જાય છે. તેને બચાવી રહેલા કેટલાક લોકો પણ આ તોફાનમાં ઉડતા જોવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે આ વીડિયો ગુજરાતમાં આવેલા બિપરજોય વાવાઝોડાનો નથી.

Download Our B K News Today App



Related News