જૂનાગઢના વંથલીમાં એ કે ત્રામ્બડિયા શાળાની છત ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-11 15:39:20
  • Views : 118
  • Modified Date : 2023-07-11 15:39:20

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘ મહેર જોવા મળે છે. ચોમાસા વારંવાર મકાન અને ઈમારતો ધરાશાયી થતી હોય તેવી ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના જૂનાગઢની વંથલીમાં પણ બની છે. જૂનાગઢની વંથલીમાં એ કે ત્રામ્બડિયા શાળાની છત ધરાશાયી થઈ હોવાની સામે આવી છે. વંથલીમાં શાળાની છત ધરાશાયી થતા ત્રણ વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે. જેને તાત્કાલીક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.તો બીજી તરફ સુરતના સચિન GIDC વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. ધરાશાયી થયેલી દિવાલ નીચે 4 શ્રમિક દટાઇ ગયા હતા. જેમાંથી એક શ્રમિકનું મોત થયુ છે. સચિન GIDC રોડ નંબર 2ની બાજુમાં બાંધકામ ચાલી રહ્યુ હતુ તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.

Download Our B K News Today App



Related News