રેલવે યાર્ડમાં લૂંટનો ભેદ ઉકેલાયો, તલવાર સહિત હથિયારો સાથે આવેલા આરોપીઓએ મચાવી હતી લૂંટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-19 17:40:21
  • Views : 343
  • Modified Date : 2024-10-19 17:40:21

થોડા દિવસ પહેલા થયેલા લાખો રૂપિયાના પાર્સલની લૂંટનો ભેદ ઉકેલાયો છે.અમદાવાદ રેલવે પોલીસ દ્વારા પાર્સલ લૂંટમાં સામેલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. વધુ એક આરોપીની શોધખોળ હાથ ધરી છે.જાહેર રસ્તા પર તલવારો અને ઘાતક હથિયારો સાથે નીકળેલા આ ઈસમો જાણે કે અમદાવાદમાં આતંક મચાવ્યો હોય તેમ અલગ અલગ વિસ્તારોમાં પોતાનો ખોફ જમાવવા ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુનાઓને અંજામ આપ્યો છે. આ ગેંગ દ્વારા જ તાજેતરમાં અમદાવાદના રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલ વિભાગમાં તલવારો અને અન્ય તીક્ષણ હથિયારો સાથે ભઈનો માહોલ ઉભો કરી લાખો રૂપિયાના પાર્સલોની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. અમદાવાદ રેલવે પોલીસ દ્વારા સીસીટીવી તેમજ અન્ય માહિતીઓને આધારે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.રેલવે પોલીસની ગિરફતમાં રહેલા આસિફ ગાંડી ઉર્ફે આમિરખાન, અયુબ કુરેશી, સિકંદર ઉર્ફે જગો શેખ અને આમિરખાન ઉર્ફે બાબાની લૂંટ અને ધાડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પર આવેલા પાર્સલ ગોડાઉનમાં ધાડ કરીને અતુલ શક્તિ ટેમ્પો તેમજ તેમાં રાખેલા ગારમેન્ટના 8 પાર્સલ, બોલેરો પિકઅપ ગાડી અને આઈસર ટ્રક તેમજ તેમાં લોડ કરેલા ઇમિટેશન જવેલરીના પાર્સલ સહિત 29 લાખથી વધુના મુદ્દામાલની લૂંટ કરી હતી. આ ગેંગ ઘાતક હથિયારો વડે લૂંટ અને ધાડ કરતા હતા.રેલવે પોલીસની તપાસમાં સામે આવ્યું કે રેલવે યાર્ડમાં આવેલા લીઝ પાર્સલ હોલ્ડરની ઓફિસમાં બે મોપેડ પર તલવાર અને તીક્ષણ હથિયારો લઈને પાંચ જેટલા આરોપીઓ પહોંચ્યા હતા અને લૂંટ ચલાવી હતી. આ આરોપીઓના હથિયારો સાથેના સોસીયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા છે. જેમને વીડિયો બનાવીને આંતક મચાવ્યો છે.આ ચારેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી આસિફ ગાંડી વિરુદ્ધ 28 ગુના નોંધાયા છે અને 5 વખત પાસા કરવામાં આવી છે. જ્યારે અન્ય આરોપી અયુબ કુરેશી વિરુદ્ધ 10 ગુના નોંધાયા છે. આરોપી સિકંદર વિરુદ્ધ 3 ગુના અને આમિર ઉર્ફે બાબા વિરુદ્ધ 5 ગુના નોંધાયા છે.સમગ્ર કેસમાં પોલીસે લૂટ થયેલા પાર્સલ તેમજ વાહનો રિકવર કર્યા છે તેમજ ઘટનાંને અંજામ આપવા વપરાયેલા મોપેડ, તલવાર સહિતની વસ્તુઓ પણ કબ્જે કરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે તમામ મુદ્દામાલ રિકવરી કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. વધુ એક આરોપી સલમાન ક્રેકની શોધખોળ હાથ ધરી છે.

 

Download Our B K News Today App



Related News