કાંકરેજના સલીમગઢ ગામે છરી બતાવી ૧,૨૭,૦૦૦/- ની લુંટ કરી લુંટારુઓ ફરાર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-19 12:52:09
  • Views : 320
  • Modified Date : 2021-06-19 12:52:09

     કાંકરેજ તાલુકાના સલીમગઢ ગામે રહેતાં અમરતભાઇ માવજીભાઇ નાઇ ગઈકાલના  રાત્રે પોતાના ઘરે પોતાના પરીવાર સાથે સુઇ રહ્યા હતા. ત્યારે રાત્રિના આશરે ૨ઃ૦૦ કલાકે કોઇ અજાણ્યા ઇસમો લુંટ કરવાના ઇરાદે ધરના કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરી અમરતભાઇ નાઇ તથા તેમના પત્ની જોશનાબેન તથા તેમની પુત્રી રીન્કલબેનને ધેરી લઇ એક ઇસમે અમરતભાઇને છરી ભરાવી બુમ બરાડા ન કરવા જણાવી તેમના પત્ની  તથા પુત્રી  પાસે ધરનો દરવાજો ખોલાવી ધરમાં પ્રવેશ કરી ધરમાં પડેલ તિજોરી ખોલાવી તિજોરીમાં પડેલા સોના,ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી કુલ ૧,૨૭,૦૦૦/- ની લુંટ કરી અમરતભાઇને તથા તેમની પત્ની અને પુત્રીને ધરમાં પુરવાની કોશિશ કરતાં અમરતભાઇએ સામનો કરતાં એક ઇસમે અમરતભાઇના જમણા હાથના અંગુઠા ઉપર છરી મારી ઇજા કરી અમરતભાઇ તથા તેમની પત્ની તથા પુત્રી ત્રણે જણાને ધરમાં પુરી દઇ બહારથી ધરનો દરવાજો બંધ કરીને લુંટ કરી જતાં રહેલ અને થોડીવાર પછી અમરતભાઇએ તેમની ભત્રીજી સેજલબેનને બુમ પાડી તેમના ભાઇ ગાંડાભાઇને અને લાલજીભાઇ પટેલને  બોલાવવાનુ કહ્યુ અને આજુબાજુમાંથી બિજા માણસો અને કુંટુબીજનો આવી ગયા અને  દરવાજો લાલજીભાઇએ  ખોલી અમને બહાર કાઢ્યા અને એમની સાથે બનેલી  આપવીતી જણાવતાં  થરા પોલિસ સ્ટેશન આવી બનેલ ધટનાની  અમરતભાઇ નાઇએ થરા પોલિસ સ્ટેશનમાં જાણ કરતાં અમરતભાઇ નાઇની ફરીયાદના આધારે પોલિસે લુંટનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી હતી.                                                                                                                                                                                                 

Download Our B K News Today App



Related News