ચોમાસાની શરુઆતના વરસાદમાં જ રસ્તા ધોવાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-04 15:11:54
  • Views : 103
  • Modified Date : 2023-07-04 15:11:54

 ચોમાસાની હજુ તો શરુઆત થઇ છે. ત્યાં અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ રસ્તાની હાલત બદતર બની છે. અનેક વિસ્તારોમાં ભૂવા પડ્યાં છે, ત્યારે શહેરીજનોને કોઇ તકલીફ ન પડે તે માટે બિસ્માર રસ્તાનું સમારકામ કરવા AMC યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. શહેરમાં લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે AMC દ્વારા બે શિફ્ટમાં કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધી શહેરમાં 5 હજાર 695 ખાડાનું સમારકામ કરવામાં આવ્યું છે અને હજી 15 હજાર જેટલા ખાડા પુરવાની કામગીરી ચાલી રહી છે.અમદાવાદ શહેરમાં વિવિધ સ્થળે ડ્રેનેજ લાઇન બેસી જવાને કારણે 41 ભૂવા બ્રેક ડાઉન થયા છે. જેમાંથી 13 ભૂવા રિપેર કરવામાં આવ્યાં છે અને 28 બ્રેક ડાઉનની કામગીરી ચાલી રહી છે. જ્યારે આશ્રમ રોડ પર વલ્લભસદન પાસે 28 ફૂટ ઉંડો અને વસ્ત્રાલમાં 40 ફૂટ ઉંડો ભૂવો પડ્યો છે. આ બંને ભૂવાના રિપેરિંગ માટે 10 દિવસનો સમય લાગશે. એટલું જ નહીં શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન વકરે તે માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. વિવિધ વિસ્તારમાં ફોગીંગ અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.

Download Our B K News Today App



Related News