બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે રસ્તાઓ કયા સંપર્ક વિહોણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:33:43
  • Views : 279
  • Modified Date : 2022-08-21 11:33:43

 

ડીસા તાલુકાના કુપટ ગામના સરપંચ દ્વારા રસ્તાઓનું સમારકામ ચાલુ કરાતા લોકો ખુશખુશાલ

ડીસા તાલુકામાં વરસાદે વિરામ લેતા ગ્રામીણ ક્ષેત્ર સરપંચોએ કર્યું રસ્તાઓનું સમારકામ ચાલુ

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદે કેટલાય ગામડાઓને સંપર્ક વિહોણા બનાવ્યા છે જ્યારે કેટલાક ગામડાનું બેટમાં ફેરવાયા છે ત્યારે આજે વરસાદે 12 કલાકથી વિરામ લીધો છે ત્યારે કેટલાક ગામોમાં આવા જવાના રસ્તાઓ ટુટી ગયા હોવાના કારણે ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ રાહદારીઓ સહિત ખેડૂતો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતોને દૂધ ભરાવા જવા માટે રસ્તાઓ તૂટી ગયેલા હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રયો હતો જ્યારે વહીવટીતંત્ર મદદે આવે તે પહેલા દરેક ગ્રામીણ ક્ષેત્ર ના સરપંચ દ્વારા સમારકામ ચાલુ કરી દેવામાં આવ્યા છે જ્યારે ડીસા તાલુકાનુ કુપટ ગામ બનાસ નદીને અડીને આવેલું છે ત્યારે કુપટ ગામ ના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા ત્યારે કુપટ ગામ પંચાયત તેમજ કુપટ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રસ્તાઓનું સમારકામ કરી લોકોને પડતી મુશ્કેલીઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે કુપટ ગામ નાલોકોમાં ખુશી જોવા મળી હતી સાથે મીડિયા સમક્ષ ની વાતચીતમાં મહિલા સરપંચ પતિ બકુ સીગ  સોલકી એવું જણાવેલ કે જો વરસાદ વધુ વિરામ લેશે તો તમામે તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ કરી દેવામાં આવશે જ્યારે કોઈ રસ્તાઓ સંપર્ક વિહોણા જણાતા હોય તો કુપટ ગ્રામ પંચાયત નુ ધ્યાન દોરવું જ્યારે હવે પ્રશ્ન થાય છે કે ગ્રામીણ ક્ષેત્રમાં તૂટી ગયેલા રસ્તાઓ કાયમી ધોરણે વહીવટીતંત્ર કેટલા સમયમાં સમારકામ કે નવા બનાવે છે તે પણ એક મોટો સવાલ ઊઠવા પામ્યો છે

Download Our B K News Today App



Related News