પાલનપુર ડમ્પિંગ સાઇટનો 10 દિવસ અગાઉ ખુલ્લો કરાયેલો રસ્તો ફરી બંદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-16 12:58:15
  • Views : 311
  • Modified Date : 2022-07-16 12:58:15


સેનિટેશન શાખાએ લાખો રૂપિયાના ખર્ચે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો


પાલનપુર ડમ્પિંગ સાઇટનો રસ્તો ફરી બંદ થયો છે. પાલિકાની સેનીટેશન શાખાએ થોડા દિવસ અગાઉ લાખો રૂપિયાના ખર્ચે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત 80 લાખનું ટેન્ડર બહાર પાડી બે ભાગમાં વહેંચવામાં આવ્યું હતું જેમાં પ્રથમ ભાગમાં વરસાદી નાળાઓની અને વ્હોળાઓની સફાઈ તેમજ બીજા ભાગમાં ડમ્પીંગ સાઈડનો મુખ્ય માર્ગ ખુલ્લો કરી ઉપર લઈ જવા માટેનું ટેન્ડર બહાર પડાયું હતું.


જે કામ થોડા દિવસો ચાલ્યા બાદ કામની મંજૂરી ન મળતા કામ સ્થગિત કરાયું છે. તેવામાં જે કામ થયું હતું તે ન સચવાતા રોડ પર ફરી ઢગલો થઈ ગયો છે. ડોર ટુ ડોર કચરો કલેકટ કરતી એજન્સીએ કામા વાહનો ઉપર ન ચડતા હોવાની લેખિત ફરિયાદ કરવા છતાં નિરાકરણ ન આવતા એજન્સીએ રોડ પર કચરો ઠાલવવાનું શરૂ કર્યું હતું જેના લીધે નગરપાલિકાને ફરી લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખરેખર કોઈએ વિજિલન્સમાં લખી તપાસ કરાવવી જોઈએ.


 


Download Our B K News Today App



Related News